35 વર્ષની આ જૅપનીઝ મહિલાએ 15 વર્ષથી વાળ નથી કપાવ્યા
આ મહિલાએ 15 વર્ષથી વાળ નથી કપાવ્યા
જપાનની રાજધાની ટોક્યોની રહેવાસી મહિલા રીન કામ્બેએ ૧૫ વર્ષથી વાળ કપાવ્યા નથી. ૩૫ વર્ષની રીન કામ્બેના વાળ લગભગ પોણાછ ફુટ લાંબા છે. આ વિશેષતાને કારણે રીન કામ્બેની સરખામણી જર્મનીની પરીકથાના લાંબા વાળ ધરાવતા પાત્ર રાપુન્ઝેલ સાથે કરવામાં આવે છે.
ADVERTISEMENT
રીન કામ્બે નાની હતી ત્યારે તેને વાળ વધારવા દેવાતા નહોતા એટલે જેવી તે પુખ્ત વયની થઈ અને પોતાના નિર્ણયો પોતે લેવાની સ્વતંત્રતા મળી ત્યારથી તેણે વાળ વધારવાની અદમ્ય ઇચ્છા પૂરી કરી. તેણે દોઢ દાયકાથી વાળ કપાવ્યા નથી. આજે રીનના વાળ પાંચ ફુટ દસ ઇંચ લાંબા છે. જપાનની ડાન્સર અને મૉડલ કામ્બેબહેન ના વાળ તેની હાઇટ પાંચ ફુટ છ ઇંચ કરતાં ચાર ઇંચ વધારે છે.