Coronavirus: માનશો નહીં એવી ક્વોરેન્ટાઇન લવસ્ટોરી, પરપોટામાં ડેટ પર ગયો
જેરીમીએ પડોશણ સાથે દોસ્તી કરી સોશ્યલ ડિસ્ટન્સિંગમાં
રોગચાળો હોય કે પછી કોઇ બીજા આફત પ્રેમને કોઇ માત નથી આપી શકતું અને એ જ સાબિત કરી છે આ ટ્વિટર યુઝરની અનોખી ક્વોરેન્ટાઇન લવ સ્ટોરી. મંગળવારથી જેરેમી કોહેન નામના ન્યુયોર્કમાં રહેતા એક યુવકની લવસ્ટોરી ભારે વાઇરલ થઇ છે. તેણે ઓરીજનલી આ આખી વાત ટિકટોક પર પોસ્ટ કરી હતી અને છેલ્લા કેટલાક દિવસોમાં તેણે તેની પાડોશણ જેને પોતે ક્વોરેન્ટાઇન ક્યુટીનું નામ આપ્યું છે તેની સાથે પોતે કેવી રીતે દોસ્તી કરી તેની વિગતો આપી છે. જો કે ન્યુ યોર્કમાં લૉક ડાઉન છે એટલે એણે આ કેવી રીતે મનેજ કર્યું તે ખરેખર જોવા જેવું છે. કોહેનનાં વીડિયોના લાખો વ્યુઝ થઇ ચૂક્યા છે અને તમે પણ જાણો કે કેવી રીતે આ યુઝરે ક્વોરેન્ટાઇનમાં પડોશણ સાથે દોસ્તી કરી અને તેમનો પ્રેમ પાંગર્યો.
I can’t believe this actually worked and yes this is a real story pic.twitter.com/X5KbBl0qIe
— Jeremy Cohen (@jerm_cohen) March 22, 2020
ADVERTISEMENT
પોતાના ઘરમાં લૉકડાઉનમાં બેઠેલા જેરેમીએ બાજુમાં અગાસીમાં એક મસ્ત છોકરીને લૉકડાઉન દરમિયાન નાચતી જોઇ. તે બહુ ઇમ્પ્રેસ થયો કારણકે મુડ બગાડીને બેસી રહેવાને બદલે તે યુવતી કંઇ ઇન્ટ્રેસ્ટિંગ કરી રહી હતી. યુવતીનું ધ્યાન ગયું અને જેરેમીએ તેને હેલો કહ્યું અને સામે જવાબ પણ મળ્યો. જેરેમી તેને પોતાનો નંબર આપવા માગતો હતો પણ ઘરની બહાર નિકળાય તેમ નહોતું અને એટલી નજીક નહોતી કે બુમો પાડીને નંબર આપી શકે. આ સ્થિતિમાં તેણે એક કાગળિયા પર પોતાનો નંબર લખ્યો અને ડ્રોન સાથે બાંધી મોકલી આપ્યો. કલાકમા તેને એ છોકરીએ સેલ ફોન પર મેસેજ મોકલ્યો. જેરેમીએ રવિવારે પબ્લિશ કરેલા વીડિયોમાં કહ્યું કે, “મને આમ તો ફ્લર્ટ કરવાનું બહુ ફાવતું નથી પણ અઠવાડિયાથી ઘરમાં લૉક્ડ છું અને કોઇ વાત કરવા વાળું મળ્યું એટલે મને સારું લાગ્યું. વળી આમ તો 2020નું વર્ષ ધાર્યું તેવું શરૂ ન થયું પણ મેં નક્કી કર્યું કે વાત આગળ વધશે તો હું બધું શૂટ કરીશ.”
આ પછી જેરેમીએ પહેલું ડેટ સેટ કર્યું. એ બેઠો બાલ્કનીમાં અને યુવતી બેઠી અગાસીમાં અને વીડિયો કોલથી વાઇન પીતાં પીતાં તેમણે વાતો કરી. ટેબલ પર મુકાયેલાં ફુલો, વ્યવસ્થિત ટેબલ ક્લોથ વગેરે સાથે ડિજીટલ ડિનર કરીને બંન્નેએ ગપ્પાં માર્યા. ડેટ સફળ રહ્યું. જેરેમી માટે આ ઇન્ટ્રેસ્ટિંગ લોંગ ડિસ્ટન્સ રિલેશનશીપ બની ગયા. થોડા ડેટ્સ પછી જેરેમી તેને મળવા માગતો હતો અને તેણે જે કર્યું એવું એણે સપનામાં ય નહોતું વિચાર્યું.
Quarantine dating life while practicing social distancing pic.twitter.com/CjDuHOEU71
— Jeremy Cohen (@jerm_cohen) March 25, 2020
તેણે સોશ્યલ ડિસ્ટન્સિંગની માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને એક ફુલે એવો મોટોમસ પ્લાસ્ટિક બબલ લીધો અને પોતે એમાં ઘુસી ગયો. પ્લાસ્ટિકનાં ફુગ્ગામાં બેસીને એ પોતાની સોશ્યલ ડિસ્ટન્સિંગમાં બનેલી ગર્લફ્રેન્ડને શેરીમાં મળવા ગયો અને સાથે ફુલો અને હેન્ડસેનિટાઇઝર પણ લેતો ગયો. તેઓ બંન્ને સાથે ચાલ્યા, વાતો કરી જો કે પોલીસે તેમને રોક્યા.
How to date during Quarantine (PART 3) pic.twitter.com/2ER4UX4FN0
— Jeremy Cohen (@jerm_cohen) March 27, 2020
પણ ચિંતા ન કરો જેરેમી પોતાની લવ સ્ટોરી સોશ્યલ પ્લેટફોર્મ પર શેર કરી રહ્યો હતો એટલે એક ન્યુઝ ચેનલ પણ ત્યા પોતાની ફરજ બજાવી રહી હતી તેના આ પ્રેમના સાહસને રેકોર્ડ કરવા માટે. જેરેમીની પોસ્ટ વાઇરલ થઇ ચૂકી છે અને ત્યાર પછીની પોસ્ટમાં તેણે લોકોને Covid-19 માટે ચેરિટીઝમાં ભંડોળ આપવા અપીલ કરી છે. આ તેની આખી સ્ટોરી છે, એક જ વીડિયોમાં.
Here is part 1, 2, and 3 of “Quarantine Cutie” all in one tweet pic.twitter.com/L9pnEV4oZM
— Jeremy Cohen (@jerm_cohen) March 29, 2020
જેરેમીની લવ સ્ટોરીને 7.4 મિલિયન વ્યુઝ મળ્યા છે અને 336,700 લાઇક્સ મળ્યાં છે અને તે શેર થઇ છે 124,800 વાર.
— PeaceLove&Outrage ☮️?? (@1980Dorothy) March 30, 2020
તેને બહુ મજાનાં રિએક્શન્સ પણ મળી રહ્યાં છે.