અમેરિકાની એક ઇન્સ્ટિટ્યૂટે થેરપી ડૉગને આપી ડૉગટરેટની પદવી
લગભગ આ જ મહિનામાં વિશ્વના લગભગ દરેક દેશના યુવાઓ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાનોમાં ભણીને સ્નાતકની ડિગ્રી મેળવતા હોય છે, પણ આ વખતે એક અનોખા સ્ટુડન્ટને પદવી મળી છે અને એ છે થેરપી ડૉગ મૂસ. તેણે ૭૫૦૦ કરતાં વધુ વ્યક્તિગત અને ગ્રુપ કાઉન્સેલિંગ સેશનમાં ભાગ લીધો છે. યુનિવર્સિટીએ તેને ડૉગટરેટની ખાસ પદવી આપી છે.
મૂસ નામનો આ થેરપી ડૉગ ૨૦૧૪થી વર્જિનિયા યુનિવર્સિટી સાથે જોડાયેલો છે. આ ડૉગીના ઇન્સ્ટાગ્રામ પેજ પર એક પોસ્ટ દ્વારા તે કઈ રીતે માનવોના માનસિક સ્વાસ્થ્યને વધુ સારી રીતે મદદ કરવામાં પોતાનો ફાળો આપી મૂસ સંસ્થાનો એક અવિભાજ્ય અંગ બની ગયો છે એ જણાવાયું છે. ૨૦૨૦ના વર્ગના વર્ચ્યુઅલ ગ્રૅજ્યુએશન સમારોહ દરમિયાન મૂસ વર્જિનિયા મૅરિલૅન્ડ કૉલેજ ઑફ વેટરનરી મેડિસિનમાંથી એની ડિગ્રી કેવી રીતે મેળવશે એની પણ વિગત આપવામાં આવી છે.