આ યુગલે ઍરપોર્ટ પર કર્યા લગ્ન,૧૨ વર્ષ પહેલાં ત્યાં પહેલી મુલાકાત થઈ હતી
અમેરિકાના મિશેલ બેલેઉ અને રૉન પીટરસન નામના યુગલે ક્લીવલૅન્ડ હોપ્કિન્સ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર લગ્ન કર્યાં હતાં. કપલનું કહેવું છે કે તેમની પહેલી મુલાકાત આ જ ઍરપોર્ટ પર થયેલી એટલે તેમણે લગ્નની વિધિ પણ અહીં જ કરવાનું નક્કી કર્યું હતું. બાર વર્ષ પહેલાં મિશેલના બૉસે તેના ક્લાયન્ટ રૉનને લેવા માટે તેને ઍરપોર્ટ મોકલી હતી.
ADVERTISEMENT
પ્રોફેશનલ મુલાકાત હોવા છતાં બન્ને પહેલી જ નજરે પ્રેમમાં પડી ગયા. એ પછી બન્ને લૉસ ઍન્જલસમાં કામ કરવા લાગ્યાં અને તેમની દોસ્તી પાંગરી. બાર વર્ષના પ્રેમ પછી તેમણે લગ્ન કર્યા હતા અને આ માટે તેમણે ઍરપોર્ટ ઑથોરિટી પાસેથી પરવાનગી પણ માગી હતી.
આ પણ વાંચોઃ જપાનમાં હવાના ડબ્બા વેચાવા નીકળ્યા છે, કિંમત છે ૬૭૫ રૂપિયા
ઍરપોર્ટના લગેજ નંબર ૬ પાસે તેઓ પહેલી વાર મળ્યા હતા ત્યાં જ લગ્નનાં વચનોની આપ-લે કરવાની પરવાનગી ઍરપોર્ટ ઑથોરિટી દ્વારા તેમણે મેળવી લીધી હતી. અહીં ૧૨૦ મહેમાનોની હાજરીમાં તેઓ લગ્ન થયાં હતાં.