Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પતિને ખીરમાં ઊંઘની ગોળી આપીને બાથરૂમમાં દાટી દીધો

પતિને ખીરમાં ઊંઘની ગોળી આપીને બાથરૂમમાં દાટી દીધો

Published : 05 July, 2026 02:23 PM | IST | Meerut
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પતિને ખીરમાં ઊંઘની ગોળી આપીને બાથરૂમમાં દાટી દીધો, એ પછી ૪૫ દિવસ સુધી એ જ બાથરૂમમાં નહાતી હતી પત્ની

સુરેન્દ્ર

અજબ ગજબ

સુરેન્દ્ર


મેરઠની મુસ્કાનના બ્લુ ડ્રમકાંડથીયે કંપાવી દે એવો કિસ્સો આગરામાં બન્યો છે. આગરાના સિકંદરા વિસ્તારમાં એક પત્નીએ પતિને રાતની ઊંઘમાં જ પતાવી નાખ્યો અને પછી તેને ઘરના જ બાથરૂમના તળિયામાં દાટી દીધો હતો. નવાઈની વાત એ હતી કે આ કૃત્ય કર્યા પછી લગભગ ૪૫ દિવસ સુધી તે એ જ બાથરૂમમાં નહાતી પણ હતી. પત્નીનું નામ છે રુબી અને મરનાર પતિનું નામ છે સુરેન્દ્ર. પાડોશીઓ રુબીને સુરેન્દ્ર વિશે પૂછતાં તો તે કહેતી રહી કે તેનો પતિ ક્યાં જતો રહ્યો છે એ જ તેને ખબર નથી. તે પતિના ગાયબ થવાનું દુખ પણ જતાવ્યા કરતી હતી. આખી ઘટનાનો પર્દાફાશ છેક ત્યારે થયો જ્યારે રુબીના જેઠે તેના ભાઈ વિશે વારંવાર પૂછીને નાકે દમ લાવી દીધો. એક દિવસ પતિના પેન્શનના મામલે રુબીનો જેઠ સાથે ઝઘડો થયો ત્યારે રુબીએ આ રાઝ જેઠ સામે ખોલ્યું હતું. ગુરુવારે વહેલી સવારે છ વાગ્યે તેણે જેઠને ફોન કરીને બોલાવ્યો અને કહ્યું કે તેનો પતિ આવી ગયો છે અને તેને મળી શકે છે. જેઠ ઘરમાં આવ્યા એટલે તેણે તેમને કહ્યું કે સુરેન્દ્ર બાથરૂમમાં છે. જેઠ ખાલી બાથરૂમ જોઈને પાછો આવતો હતો ત્યારે તેણે કહ્યું કે સુરેન્દ્ર આ બાથરૂમમાં બે ફુટ નીચે પડ્યો છે. આ સાંભળીને અલર્ટ થઈ ગયેલા જેઠે તરત ત્યાંથી બહાર નીકળીને પોલીસને જાણ કરી હતી. પોલીસે આવીને બાથરૂમનું ખોદકામ કરીને લાશ બહાર કાઢી હતી. પોલીસે આવીને કડક પૂછપરછ કરી ત્યારે તેણે કહ્યું હતું કે રોજ દારૂ પીને ઝઘડો કરતા પતિથી કંટાળી હોવાથી તેણે પતિને મારી નાખ્યો હતો. પોલીસતપાસમાં રુબીએ કબૂલ્યું હતું કે તેણે પતિને ૧૮ મેની રાતે મારી નાખ્યો હતો. પતિ સૂવા માટે ઊંઘની ગોળીઓ લેતો હતો એટલે તેણે એક રાતે ખીરમાં ઊંઘની ૧૮-૨૦ ગોળીઓ આપી દીધી હતી. એ વખતે તેણે બાથરૂમમાં ફર્શ ખોદીને તૈયાર રાખી હતી અને શબને એમાં દાટીને બીજી માટી દાટીને એના પર પ્લાસ્ટર કરાવી લીધું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

05 July, 2026 02:23 PM IST | Meerut | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK