ક્રિતી અને કબીર બહિયાનું નામ છેલ્લા ઘણા સમયથી એકબીજા સાથે જોડાઈ રહ્યું છે.
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
ક્રિતી સૅનન પોતાની ફિલ્મ ‘કૉકટેલ 2’ની સફળતાનો આનંદ માણી રહી છે ત્યારે હાલમાં સમાચાર આવ્યા હતા કે તેનું અને તેના બૉયફ્રેન્ડ કબીર બહિયાનું બ્રેકઅપ થઈ ગયું છે. જોકે હાલમાં ક્રિતી અને કબીર એકસાથે ડિનર-ડેટ પર જોવા મળ્યાં હતાં અને તેમનો વિડિયો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. આ સમયે કબીરે ઢીલું સફેદ ટી-શર્ટ, આછા વાદળી રંગનું ડેનિમ અને સ્નીકર્સ પહેર્યાં હતાં અને ક્રિતી ઑલ-બ્લૅક લુકમાં જોવા મળી હતી. અંદર જતાં પહેલાં ક્રિતીએ હસતાં-હસતાં ફોટોગ્રાફર્સ સામે હાથ લહેરાવ્યો હતો. ડેટ પછી બન્ને એક જ કારમાં જતાં જોવા મળ્યાં હતાં. ક્રિતી અને કબીર બહિયાનું નામ છેલ્લા ઘણા સમયથી એકબીજા સાથે જોડાઈ રહ્યું છે. જોકે, બંનેએ અત્યાર સુધી પોતાના સંબંધ વિશે સત્તાવાર રીતે કોઈ નિવેદન આપ્યું નથી.
પ્રિયંકા ચોપડાએ શૅર કરી અમેરિકાના સ્વતંત્રતાદિવસ પૂર્વેની આતશબાજીની ઝલક
ADVERTISEMENT

પ્રિયંકા ચોપડાએ સોશ્યલ મીડિયામાં અમેરિકામાં સ્વતંત્રતા દિવસ પહેલાં યોજાયેલી આતશબાજીની ઉજવણીની સુંદર ઝલક ફૅન્સ સાથે શૅર કરી હતી. પ્રિયંકાએ પોતાના બેડ પરથી રાત્રિના સમયે લીધેલો એક નજારો પોસ્ટ કર્યો હતો, જેમાં આકાશમાં રંગબેરંગી આતશબાજી જોવા મળી રહી હતી. આ વિડિયો સાથે પ્રિયંકાએ લખ્યું હતું કે ‘બેડ પરથી ચોથી જુલાઈની શુભેચ્છાઓ.’ આ સંદેશ અમેરિકાના સ્વતંત્રતાદિવસ એટલે કે ૪ જુલાઈની પૂર્વસંધ્યાની ઉજવણી તરફ ઇશારો કરતો હતો.
