ચોથી વખત વર્લ્ડ કપ રમનાર ઇજિપ્તે છેલ્લે ૧૯૩૪માં રાઉન્ડ ઑફ 16માં એન્ટ્રી કરી હતી
પેનલ્ટી શૂટઆઉટમાં જીતની ઉજવણી કરતી ઇજિપ્તની ટીમ
ગઈ કાલે ફુટબૉલ વર્લ્ડ કપના રાઉન્ડ ઑફ 32 મૅચમાં પેનલ્ટી શૂટઆઉટમાં ઑસ્ટ્રેલિયાને ૪-૨થી હરાવીને ઇજિપ્તે પોતાનો પહેલો વર્લ્ડ કપ નૉકઆઉટ વિજય મેળવ્યો. બન્ને વચ્ચે મુખ્ય મૅચ અેક્સ્ટ્રા ટાઇમ ઉમેરવા છતાં ૧-૧થી ડ્રૉ રહી હતી.
ચોથી વખત વર્લ્ડ કપ રમનાર ઇજિપ્તે છેલ્લે ૧૯૩૪માં રાઉન્ડ ઑફ 16માં એન્ટ્રી કરી હતી. જોકે અેની એકમાત્ર નૉકઆઉટ મૅચમાં ઇજિપ્તને હાર મળી હતી. સાતમી વખત વર્લ્ડ કપ રમનાર ઑસ્ટ્રેલિયા અગાઉ ૨૦૦૬ અને ૨૦૨૨માં જ રાઉન્ડ ઑફ 16માં એન્ટ્રી કરી શક્યું હતું.
ADVERTISEMENT
ઇજિપ્તના હેડ કોચ હોસામ હસને ઐતિહાસિક જીત બાદ અમેરિકાના ડલ્લાસ સ્ટેડિયમમાં પૅલેસ્ટીનિયન ધ્વજ લહેરાવ્યો હતો. તેણે કહ્યું કે ‘હું આ જીત ઇજિપ્તના લોકો અને પૅલેસ્ટીનિયન લોકોને સમર્પિત કરી રહ્યો છું. તેઓ ઉમદા અને માનનીય લોકો છે. ભગવાન પૅલેસ્ટીનિયનોને વિજય આપે અને તેમના શહીદો પર દયા કરે.’
