Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અલર્ટને હળવાશમાં ન લો, જરૂર પડ્યે જ બહાર નીકળો

અલર્ટને હળવાશમાં ન લો, જરૂર પડ્યે જ બહાર નીકળો

Published : 05 July, 2026 07:04 AM | Modified : 05 July, 2026 10:34 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

છઠ્ઠી જુલાઈ સુધી ધોધમાર વરસાદ પડવાનો છે ત્યારે દેવેન્દ્ર ફડણવીસની લોકોને અપીલ

દેવેન્દ્ર ફડણવીસ

દેવેન્દ્ર ફડણવીસ


મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે લોકોને છ જુલાઈ સુધી પડનારા ધોધમાર વરસાદને પગલે જાહેર કરવામાં આવતી અલર્ટને ગંભીરતાથી લેવાની અપીલ કરતાં કહ્યું હતું કે ‘સરકાર મેસેજ તથા અન્ય માધ્યમો દ્વારા સતત લોકોને ચેતવણી આપી રહી છે. MMR, પુણે, મુંબઈ, રાયગડ, થાણે, કોકણ આ બધા જ વિસ્તારોમાં રેડ અલર્ટ જાહેર કરવામાં આવી છે. લોકો આ અલર્ટને ગંભીરતાથી લે અને જરૂર પડે તો જ ઘરથી બહાર નીકળે. નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (NDRF), સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (SDRF) તથા અન્ય એજન્સીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને તૈયાર છે. છઠ્ઠી જુલાઈ સુધી સતત જોરદાર વરસાદ પડે એવી શક્યતા છે એટલે નાગરિકો તંત્ર દ્વારા અપાતી સૂચનાઓનું પાલન કરે.’  મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ઇમર્જન્સી હેલ્પલાઇન-નંબર પણ તેમના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર શૅર કર્યા હતા.

BMC હેલ્પલાઇન : ૧૯૧૬
પાલઘર હેલ્પલાઇન :૦૨૫૨૫૨૯૭૪૭૪, ૮૨૩૭૯૭૮૮૭૩
થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન હેલ્પલાઇન : ૦૨૨-૨૫૩૬૪૭૭૯, ૦૨૨૨૫૩૦૧૭૪૦, ૯૩૭૨૩૩૮૮૨૭
થાણે ડિઝૅસ્ટર સેલ : ૧૮૦૦-૨૨૨-૧૦૮, ૮૬૫૭૮૮૭૧૦૧
પનવેલ મ્યુનિસિપલ કૉર્પોરેશન હેલ્પલાઇન : ૦૨૨૨૭૪૫૮૦૪૦/૪૧/૪૨


Whatsapp-channel Whatsapp-channel

05 July, 2026 10:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK