એની પૂંછડીની લંબાઈ પાંચ ફુટ ૧૧.૨૬ ઇંચ એટલે કે એક માણસના કદ જેટલી લાંબી છે
અજબ ગજબ
ઘોડાની તસવીર
યુનાઇટેડ સ્ટેટ્સના સાઉથ કૅરોલિનામાં સ્વીટી નામનો ઘોડો ‘સૌથી લાંબી પૂંછડી ધરાવતો મિનિએચર હૉર્સ’ બની ગયો છે. મિનિએચર હૉર્સ કદમાં બહુ નાના હોય છે. સ્વીટીની ઊંચાઈ માત્ર ૩ ફુટ ૧ ઇંચ છે અને એની ઉંમર ૩૬ વર્ષ છે, પણ એની પૂંછડીની લંબાઈ પાંચ ફુટ ૧૧.૨૬ ઇંચ એટલે કે એક માણસના કદ જેટલી લાંબી છે જેની ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સે નોંધ લીધી છે. આટલી લાંબી પૂંછડી પાછળ ઢસડાય નહીં એટલે એની માલિક રિસા એને બાંધી દે છે અને સારી રીતે માવજત કરે છે. રિસા વર્ષમાં બે વાર સ્વીટીની પૂંછડી વૉશ કરીને એને કન્ડિશન પણ કરે છે. ૨૦૧૨માં જ્યારે રિસાને સ્વીટી મળી ત્યારે એની પૂંછડી જમીનને અડવા માંડી હતી અને ત્યારથી એની પૂંછડી વધી જ રહી છે.