આ બ્લોક 17 અને 18 મેની મધ્યરાત્રિથી 19 અને 20 મે સુધી હાથ ધરવામાં આવશે. બ્લોક (Central Railway Special Blocks) રાત્રે 11 વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી (6 કલાક)નો રહેશે
પ્રતીકાત્મક તસવીર
સીએસએમટી ખાતે 24 કોચવાળી ટ્રેનોને સમાવવા માટે પ્લેટફોર્મ 10 અને 11ના વિસ્તરણના સંબંધમાં પૂર્વ નોન-ઇન્ટરલોકિંગ (NI) માટેના ખાસ બ્લોક્સના કામ માટે સેન્ટ્રલ રેલવે વિશેષ બ્લોક (Central Railway Special Blocks) લેવા જઈ રહ્યું છે. આ વિશેષ બ્લોક 17-18 મે અને 1-2 જૂન 2024 દરમિયાન મધ્ય રાત્રે લેવામાં આવશે. સેન્ટ્રલ રેલવેનું મુંબઈ ડિવિઝન સીએસએમટી ખાતે 24 કોચવાળી ટ્રેનો (Central Railway special blocks)ને સમાવવા માટે પ્લેટફોર્મ 10 અને 11ના વિસ્તરણના સંબંધમાં પૂર્વ નોન-ઇન્ટરલોકિંગ (NI) કામ માટે આ બ્લોક લેશે.



