ગામલોકોએ આસપાસનાં ખેતરો ધમરોળ્યાં હતાં. જોકે હાથ મળી શક્યો નહોતો. હૉસ્પિટલ પહોંચાડાયેલી રિયાનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું.
રિયા ગૌતમ
ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લાના પોટા ગામમાં ૯ વર્ષની રિયા ગૌતમ નામની બાળકીને કૂતરાઓના એક ઝુંડે બચકાં ભરીને મારી નાખી હતી. કૂતરાઓ એટલા ઝનૂની બની ગયા હતા કે કરડીને બાળકીનો એક હાથ શરીરથી અલગ કરી નાખ્યો હતો.
આ ઘટના રવિવારે સાંજે પાંચ વાગ્યાના અરસામાં બની હતી. એ સમયે ૯ વર્ષની બાળકી મા અને દાદી સાથે ચારો લેવા જઈ રહી હતી. મા આગળ વધી ગઈ અને દીકરી રમતમાં થોડીક પાછળ રહી ગઈ હતી. એ જ વખતે દસ-બાર રખડુ કૂતરાઓએ બાળકી પર હુમલો કરી દીધો હતો. બાળકીની ચીસો સાંભળીને તેની મા અને દાદી ત્યાં પહોંચી ત્યાં સુધીમાં કૂતરાઓ તેનો એક હાથ કરડીને જુદો કરી ચૂક્યા હતા અને હાથ ઘસડીને દૂર લઈ ગયા હતા.
ADVERTISEMENT
તરત જ બાળકીને ગંભીર રીતે લોહીલુહાણ હાલતમાં જિલ્લા હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને બીજી તરફ રિયાનો કપાયેલો હાથ શોધવા માટે ગામલોકોએ આસપાસનાં ખેતરો ધમરોળ્યાં હતાં. જોકે હાથ મળી શક્યો નહોતો. હૉસ્પિટલ પહોંચાડાયેલી રિયાનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું.
