Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બ્રેસ્ટફીડિંગ કરતી બાળકી મમ્મી સાથે રહે એ જ હિતાવહ : બૉમ્બે હાઈ કોર્ટ

બ્રેસ્ટફીડિંગ કરતી બાળકી મમ્મી સાથે રહે એ જ હિતાવહ : બૉમ્બે હાઈ કોર્ટ

Published : 12 March, 2026 07:42 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પત્નીને ઘરમાંથી કાઢી મૂકીને એક વર્ષની બાળકીને પોતાની પાસે રાખનારા પતિને ઠપકાર

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બ્રેસ્ટફીડિંગ કરતી બાળકી તેની મમ્મી સાથે રહે એ જ હિતાવહ હોવાથી એક કેસમાં બૉમ્બે હાઈ કોર્ટે એક વર્ષની બાળકીની કસ્ટડી તેની મમ્મીને સોંપવાનો આદેશ આપ્યો હતો. બળજબરીપૂર્વક મહિલાઓને ઘરમાંથી કાઢી મૂકીને બાળકને પોતાની પાસે રાખી લેતા કિસ્સાઓમાં હાઈ કોર્ટે એક સૂચક ચુકાદો આપ્યો હતો.

કેસની વિગત મુજબ એક મહિલા પર સાસરિયાં તરફથી અત્યાચાર થયા બાદ તેને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી અને તેની નણંદે એક વર્ષની દીકરીને પોતાની પાસે રાખી લીધી હતી. ન્યાયાધીશ એસ. વી. કોટવાલ અને સંદેશ પાટીલની બેન્ચે મહિલાએ દાખલ કરેલી પુત્રીની કસ્ટડી માગતી હેબિયસ કૉર્પસ (વ્યક્તિને રજૂ કરવાની) અરજીની સુનાવણી કરી હતી.



પતિએ અરજીનો વિરોધ કરતાં દાવો કર્યો કે તેની પત્નીએ ઘર જાતે છોડી દીધું છે અને તેની સાથે રહેવાનો ઇનકાર કર્યો છે. પત્ની કમાતી નથી અને તે કમાતો હોવાથી બાળકીની વધુ સારી કાળજી રાખી શકે છે એવી દલીલ પણ તેણે કરી હતી.


જોકે હાઈ કોર્ટે નોંધ્યું હતું કે તે કામ પર જતો રહે તો બાળકીનું ધ્યાન કેવી રીતે રાખી શકશે? બાળકી હજી બ્રેસ્ટફીડિંગ કરતી હોવાથી તેને મમ્મીની જરૂર વધુ છે એમ નોંધીને બેન્ચે મુંબઈની વિક્રોલી પોલીસને બાળકીની કસ્ટડી પપ્પા પાસેથી લઈને મમ્મીને સોંપવાનો નિર્દેશ આપ્યો છે. 


Whatsapp-channel Whatsapp-channel

12 March, 2026 07:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK