Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મારી દીકરી સ્કૂલથી આવતી હતી ત્યારે અજાણી વ્યક્તિએ વિડિયો રેકૉર્ડ કરવા તેનો પીછો કર્યો હતો

મારી દીકરી સ્કૂલથી આવતી હતી ત્યારે અજાણી વ્યક્તિએ વિડિયો રેકૉર્ડ કરવા તેનો પીછો કર્યો હતો

Published : 12 March, 2026 10:25 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રિયંકા ચોપડાએ આ ઘટના જણાવીને કહ્યું કે માલતી મારી માટે સિક્યૉરિટી રાખવાનો નિર્ણય લીધો છે

પ્રિયંકા ચોપડા પોતાની દીકરી માલતી મારીને લાઇમલાઇટથી દૂર રાખવાનું પસંદ કરે છે

પ્રિયંકા ચોપડા પોતાની દીકરી માલતી મારીને લાઇમલાઇટથી દૂર રાખવાનું પસંદ કરે છે


ગ્લોબલ આઇકન પ્રિયંકા ચોપડા પોતાની દીકરી માલતી મારીને લાઇમલાઇટથી દૂર રાખવાનું પસંદ કરે છે. હાલમાં પ્રિયંકાએ તેના આ નિર્ણય પાછળનું કારણ સમજાવ્યું હતું અને જણાવ્યું કે દીકરીની પ્રાઇવસી જાળવવા માટે તેણે ખાસ સુરક્ષા-વ્યવસ્થા પણ રાખી છે. પ્રિયંકાએ એના માટે જવાબદાર, ચોંકાવનાર ઘટના પણ શૅર કરી છે.

પ્રિયંકાએ તાજેતરમાં એક પૉડકાસ્ટમાં જણાવ્યું હતું કે ‘હું અને નિક માનીએ છીએ કે માલતી મારી જ્યારે મોટી થઈ રહી છે ત્યારે તેની ઓળખ છૂપી રહેવી જોઈએ. મારી દીકરી ઘણી વાર બહાર જાય છે એટલે અમે ઇચ્છીએ છીએ છે કે તેને શક્ય એટલું સામાન્ય અને પ્રાઇવેટ જીવન મળી રહે. અમે નથી ઇચ્છતાં કે લોકોની ઉત્સુકતા અથવા પ્રસિદ્ધિથી અમારી દીકરી ડરી જાય. અમે ઇચ્છીએ છીએ કે માલતી લોકોને મળતી વખતે તેમને શંકાની નજરે ન જુએ, કારણ કે દુનિયામાં સારા લોકો પણ ઘણા છે. ભવિષ્યમાં પોતાની ઓળખ જાહેર કરવી કે નહીં એ નિર્ણય લેવાની સમજ તેની પાસે હોવી જરૂરી છે.’



પ્રિયંકાએ માલતી મારી સાથે બનેલી એક ઘટનાને યાદ કરતાં જણાવ્યું હતું કે ‘એક વખત મારી દીકરી સ્કૂલથી આવતી હતી ત્યારે અજાણી વ્યક્તિએ તેનો પીછો કર્યો હતો અને તેનો વિડિયો પણ રેકૉર્ડ કર્યો હતો. આ ઘટનાએ અમને વધુ સાવચેત બનાવી દીધાં. બહાર જતા સમયે અમારી દીકરી સાથે સુરક્ષા રાખવાનું મુખ્ય કારણ એ છે કે કોઈ વ્યક્તિ તેની પરવાનગી વગર તેને રેકૉર્ડ ન કરે. છેલ્લાં થોડાં વર્ષોમાં લોકો બાળકોની પ્રાઇવસી વિશે વધુ જાગૃત બન્યા છે અને આવનારાં વર્ષોમાં આ મુદ્દો વધુ મહત્ત્વનો બનશે. એથી સુરક્ષા અને સંવેદનશીલતા બન્ને જરૂરી છે.’


Whatsapp-channel Whatsapp-channel

12 March, 2026 10:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK