Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Union Budget 2026: મહારાષ્ટ્રને કેન્દ્રની મોટી ભેટ! દેશમાં કયા ૭ હાઈ-સ્પીડ રેલ કોરિડોરની જાહેરાત થઇ?

Union Budget 2026: મહારાષ્ટ્રને કેન્દ્રની મોટી ભેટ! દેશમાં કયા ૭ હાઈ-સ્પીડ રેલ કોરિડોરની જાહેરાત થઇ?

Published : 01 February, 2026 12:37 PM | IST | Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Union Budget 2026: સાત હાઈ-સ્પીડ રેલ કોરિડોર બનાવવાની જાહેરાત કરી છે. જે દેશના મુખ્ય શહેરો વચ્ચે મુસાફરીનું અંતર ખૂબ જ ઓછું કરશે. નાણામંત્રીએ આ માટે 2,000 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. ટિયર 2 અને ટિયર 3 શહેરોનો વિકાસ કરવામાં આવશે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કેન્દ્રિય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ બજેટ (Union Budget 2026) રજૂ કરી રહ્યાં છે. તેઓએ દેશની પરિવહનવ્યવસ્થાને વધુ ઝડપી અને આધુનિક બનાવવા માટે મોટી જાહેરાત કરી છે. નિર્મલાજીએ આજના યુનિયન બજેટમાં હાઈ-સ્પીડ રેલ કોરિડોરના વિસ્તરણ પર વિશેષ ભાર મૂક્યો છે જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે. તેઓએ એક, બે નહીં પણ પૂરા સાત હાઈ-સ્પીડ રેલ કોરિડોર બનાવવાની જાહેરાત કરી છે. જે દેશના મુખ્ય શહેરો વચ્ચે મુસાફરીનું અંતર ખૂબ જ ઓછું કરશે. તમને જણાવી દઈએ કે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન એ તો ભારતનો પ્રથમ હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટ છે. આજના બજેટ (Union Budget 2026)માં કયા સાત સૂચિત માર્ગોના રેલ કોરિડોરની વાત કરવામાં આવી તે આ પ્રમાણે છે: 

મુંબઈથી પૂણે: આ માર્ગથી મહારાષ્ટ્રના બે મોટા શહેરો વચ્ચે મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઓછો થવાનો છે.



પૂણેથી હૈદરાબાદઃ દક્ષિણ ભારતને જોડવા માટે આ એક મહત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવે છે.


હૈદરાબાદથી ચેન્નાઈઃ દક્ષિણ ભારતના બે સૌથી મોટા આઇટી હબ હવે હાઇ-સ્પીડથી જોડાઈ જશે.

દિલ્હીથી વારાણસીઃ ઉત્તર ભારતના ધાર્મિક અને પ્રવાસનની દૃષ્ટિએ મહત્વપૂર્ણ આ બંને શહેરોના કનેક્શન માટે આ બહુ જ મોટી જાહેરાત છે. 


વારાણસીથી સિલીગુડીઃ રેલવે નેટવર્કનો વિસ્તાર પૂર્વોત્તર ભારતના પ્રવેશદ્વાર સુધી કરવામાં આવશે.

હૈદરાબાદ-બેંગ્લોર- હૈદરાબાદ અને બેંગ્લોર આ બંને પ્રમુખ શહેરોને પણ કનેક્ટ કરાશે.

બેંગ્લોર-ચેન્નાઈ- ચેન્નાઈ અને બેંગલોરને પણ કનેક્ટ (Union Budget 2026) કરાશે.

ફાઇનૅન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામણે તેમના બજેટ (Union Budget 2026) ભાષણમાં દેશભરમાં સાત હાઇ-સ્પીડ રેલ કોરિડોર વિકસાવવાની દરખાસ્ત કરી હતી. સરકારે આત્મનિર્ભર ભારત માટે પોતાની તિજોરી ખોલી નાખી છે. નાણામંત્રીએ આ માટે 2,000 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.  ટિયર 2 અને ટિયર 3 શહેરોનો વિકાસ કરવામાં આવશે.  5 લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા શહેરોનો વિકાસ કરવામાં આવશે.

કેન્દ્રીય બજેટ 2026-27 રજૂ કરતી વખતે ફાઇનૅન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામણે જણાવ્યું હતું કે અમે ભારત સેમિકન્ડક્ટર મિશન 2.0 શરૂ કરવા જઈ રહ્યા છીએ. નવી ટેકનોલોજીઓ ઉત્પાદન પ્રણાલીઓમાં પરિવર્તન લાવી રહી છે, જ્યારે પાણી, ઊર્જા અને મહત્વપૂર્ણ ખનિજોની માંગ ઝડપથી વધી રહી છે. ભારત આત્મવિશ્વાસ સાથે વિકસિત ભારત તરફ આગળ વધતું રહેશે.

ફાઇનૅન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામણે 7 હાઈ-સ્પીડ રેલ કોરિડોરની જાહેરાત (Union Budget 2026) સાથે જ અન્ય ખૂબ જ મહત્વની જાહેરાતો પણ કરી છે. તેઓએ બાયોફાર્માસ્યુટિકલ ક્ષેત્ર માટે 10,000 કરોડ ફાળવ્યા છે. ખાંડ અને કેન્સરની દવાઓ સસ્તી થવાની છે. આ સાથે જ મોટા કાપડ પાર્ક બનાવવામાં આવશે. શહેરી આર્થિક ક્ષેત્રો પર વાર્ષિક 5,000 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. 20 નવા જળમાર્ગો બનાવવામાં આવી રહ્યા છે. ચાર રાજ્યોમાં ખનિજ કોરિડોર તેમજ 3 નવા કેમિકલ પાર્ક બનાવવામાં આવશે, SME માટે 10,000 કરોડ રૂપિયા તો મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજનાની પણ જાહેરાત તેઓએ બજેટમાં કરી છે.   

Whatsapp-channel Whatsapp-channel

01 February, 2026 12:37 PM IST | Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK