Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > 75મો આર્મી દિવસ: પીએમ મોદીએ આપી વધામણી, કહ્યું, દેશના દરેક નાગરિકને સેના પર ગર્વ

75મો આર્મી દિવસ: પીએમ મોદીએ આપી વધામણી, કહ્યું, દેશના દરેક નાગરિકને સેના પર ગર્વ

15 January, 2023 03:18 PM IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) સેના દિવસના (Army Day) ખાસ અવસરે પોતાની શુભેચ્છાઓ આપી છે. આ બાબતે તેમણે ટ્વીટ કરતા કહ્યું કે, "સેના દિવસ પર હું બધા સૈન્ય કર્મચચારીઓ, વેટરન્સ અને તેમના પરિવારને શુભેચ્છાઓ પાઠવું છું.

પ્રતીકાત્મક તસવીર

Indian Army Day 2023

પ્રતીકાત્મક તસવીર


આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) સેના દિવસના (Army Day) ખાસ અવસરે પોતાની શુભેચ્છાઓ આપી છે. આ બાબતે તેમણે ટ્વીટ કરતા કહ્યું કે, "સેના દિવસ પર હું બધા સૈન્ય કર્મચચારીઓ, વેટરન્સ અને તેમના પરિવારને શુભેચ્છાઓ પાઠવું છું. દરેક ભારતીયને આપણી સેના પર ગર્વ છે. તેમણે હંમેશા આપણાં દેશને સુરક્ષિત રાખ્યો છે અને સંકટના સમયે તેમની સેવા માટે વ્યાપક રૂપે પ્રશંસા કરવામાં આવે છે."




તો સેના દિવસ પર રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ટ્વીટ કરીને કહ્યું, "પરાક્રમ, દેશપ્રેમ અને બલિદાન  આ બધાથી પરિપૂર્ણ છે આપણી સેનાનો દરેક જવાન. બધા જવાનો, પૂર્વ સૈનિકો અને તેમના પરિવારોને તેમના ત્યાગ, તપસ્યા અને સમર્પણ માટે સેના દિવસની હાર્દિક શુભેચ્છાઓ."


જૂની પરંપરા તૂટી અને નવાની શરૂઆત
નોંધનીય છે કે, આજે આર્મી દિવસ (Army Day) ઉજવવામાં આવી રહ્યો છે. આજના ખાસ દિવસે 1949માં ફીલ્ડ માર્શન કોડંડેરા એમ. કરિયપ્પા ભારતના પહેલા મુખ્ય કમાન્ડર બન્યા હતા. આ ઉપલક્ષ્યમાં 1949થી આ દિવસની યાદમાં સેના દ્વારા ખાસ પરેડનું આયોજન કરવામાં આવે છે. જો કે, અત્યાર સુધી પરેડ દિલ્હીમાં થતી હતી. પણ પહેલીવાર આ પરંપરા તોડતા આયોજન દિલ્હીની જગ્યાએ બેન્ગલુરુમાં થઈ રહ્યું છે. પરેડ દરમિયાન બાઈક સ્ટન્ટ, સ્કાઈડાઈવિંગ અને બેન્ડ ડિસ્પ્લે જેવા શાનદાર સૈન્ય પ્રદર્શન પણ આજે કરવામાં આવશે.

દેશ ઉજવી રહ્યો છે 75મો આર્મી દિવસ
જણાવવાનું કે, દેશ આ વર્ષે 75મો આર્મી દિવસ ઉજવી રહ્યો છે. આજની આ સેના દિવસની પરેડનું આયોજન બેંગ્લુરુના મદ્રાસ ઈન્જીનિયર ગ્રુપ એન્ડ સેન્ટરમાં કરવામાં આવી રહ્યું છે. તો સેના પ્રમુખ જનરલ મનોજ પાંડે પરેડની સમીક્ષા કરશે અને સૈનિકોરને વીરતા પુરસ્કાર પણ આજે તેઓ આપશે. તો આજે સેના દિવસ સંધ્યા સમારોહ બેંગ્લુરુમાં આર્મી સર્વિસ કૉપ્સ સેન્ડ એન્ડ કૉલેજમાં બપોરે 2.30 વાગ્યે આયોજિત કરવામાં આવ્યું. આ મહત્વના કાર્યક્રમમાં દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહ મુખ્ય અતિથિ રહેશે. સમારોહ ભારતીય સેનાની દક્ષિણી કમાનની સઘન દેખરેખમાં થશે. જેનું મુખ્યાલય પુણેમાં સ્થિત છે.

આ પણ વાંચો : નેપાળમાં મોટી વિમાન દુર્ઘટના: 68 મુસાફરો સાથેનું પેસેન્જર પ્લેન ક્રેશ થયું

કેમ ઉજવવામાં આવે છે આર્મી ડે
હકિકતે ફીલ્ડ માર્શલ કોડંડેરા.એમ કરિયપ્પાએ 1949માં અંગ્રેજો પાસેથી ભારતીય સેનાની કમાન સંભાળી હતી. તે ખાસ દિવસની યાદમાં આને ઉજવવા માટે દર વર્ષે 15 જાન્યુઆરીના રોજ સેના દિવસ ઉજવવામાં આવે છે. કરિયપ્પા સેનાનું નેતૃત્વ કરનારા પહેલા ભારતીય ફીલ્ડ માર્શલ હતા.

Whatsapp-channel Whatsapp-channel

15 January, 2023 03:18 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK