Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રૅરેસ્ટ ઑફ રૅર : સુપ્રીમ કોર્ટે પોતાને જ ફટકારી નોટિસ

રૅરેસ્ટ ઑફ રૅર : સુપ્રીમ કોર્ટે પોતાને જ ફટકારી નોટિસ

18 September, 2020 12:40 PM IST | Mumbai
Agencies

રૅરેસ્ટ ઑફ રૅર : સુપ્રીમ કોર્ટે પોતાને જ ફટકારી નોટિસ

સુપ્રીમ કૉર્ટ (ફાઇલ ફોટો)

સુપ્રીમ કૉર્ટ (ફાઇલ ફોટો)


એક દુર્લભ ઘટનામાં સુપ્રીમ કોર્ટે ગઈ કાલે પોતાને જ નોટિસ ફટકારી છે. કોર્ટ ઉત્તર પ્રદેશના કેટલાક ન્યાયિક અધિકારીઓની અરજી પર સુનાવણી કરી રહી હતી. આ અરજીમાં ભારતના મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી કૉલેજિયમ દ્વારા અલાહાબાદ હાઈ કોર્ટ માટે તેમના નામની ભલામણ નહીં કરવા અંગે સવાલો કરવામાં આવ્યા હતા. સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઇ) શરદ અરવિંદ બોબડેએ કહ્યું હતું કે મેં મારા જીવનમાં કોઈને સુપ્રીમ કોર્ટમાં આવીને કહેતા નથી જોયા કે મને હાઈ કોર્ટનો ન્યાયાધીશ બનાવી દો.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોઈ પણ વ્યક્તિ અરજી દાખલ કરે છે અને કહે છે કે તેને હાઈ કોર્ટનો ન્યાયાધીશ બનાવવો જોઈએ એ ખૂબ જ અન્યાયી છે. ખંડપીઠે કહ્યું હતું કે કોઈ પણ તે બનવા માગે છે એમ કહીને હાઈ કોર્ટના ન્યાયાધીશ બની શકશે નહીં. જોકે ખંડપીઠે આ અરજીની સુનાવણી માટે સંમતિ આપી હતી અને તેના મહાસચિવ, કેન્દ્ર અને અન્ય લોકોને નોટિસ ફટકારી હતી. ખંડપીઠે આ મામલે પુનર્વિચારણા માટે દાખલ કરેલી અરજી પર ચાર અઠવાડિયાંમાં જવાબ માગ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

18 September, 2020 12:40 PM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK