Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સુરતના બિલ્ડર તુષાર ઘેલાણીના આપઘાતના કેસમાં મહિલા-મિત્ર પૂનમ ભદોરિયાની પોલીસે કરી ધરપકડ

સુરતના બિલ્ડર તુષાર ઘેલાણીના આપઘાતના કેસમાં મહિલા-મિત્ર પૂનમ ભદોરિયાની પોલીસે કરી ધરપકડ

Published : 22 February, 2026 10:29 AM | IST | Surat
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લગ્નમાં આવીને ભવાડો કરીને સમાજમાં બદનામ કરવાની પૂનમ ભદોરિયાએ ધમકી આપી હોવાનો ફરિયાદમાં આરોપ

તુષાર ઘેલાણી,  પૂનમ ભદોરિયા

તુષાર ઘેલાણી, પૂનમ ભદોરિયા


દીકરી તન્વી ઘેલાણીએ નોંધાવી આત્મહત્યા કરવા દુષ્પ્રેરણાની પોલીસ-ફરિયાદ : લગ્નમાં આવીને ભવાડો કરીને સમાજમાં બદનામ કરવાની પૂનમ ભદોરિયાએ ધમકી આપી હોવાનો ફરિયાદમાં આરોપ : બિલ્ડરને હેરાન-પરેશાન કરીને મહિલા-મિત્ર સમાજમાં બદનામ કરવાની આપતી હતી ધમકી : સ્કૂલમાં ભાગીદારી અને બે દુકાનો નામે કરી લીધી હોવાની ફરિયાદ    

થોડા દિવસ પહેલાં સુરતના બિલ્ડર તુષાર ઘેલાણીએ દીકરીનાં લગ્ન પહેલાં જ પિસ્ટલમાંથી પોતાની જાતે જ લમણે ગોળી મારીને આત્મહત્યા કરી હતી. આ ઘટનામાં તેમની મહિલા-મિત્ર પૂનમ ભદોરિયાની ઉમરા પોલીસે ધરપકડ કરી છે. બિલ્ડરની દીકરી તન્વી ઘેલાણીએ ઉમરા પોલીસ-સ્ટેશનમાં આત્મહત્યા કરવા દુષ્પ્રેરણા કર્યાની પોલીસ-ફરિયાદ નોંધાવી છે. પુત્રીનાં લગ્નમાં આવીને ભવાડો કરીને સમાજમાં બદનામ કરવાની પૂનમ ભદોરિયાએ ધમકી આપી હોવાની પોલીસ-ફરિયાદ થઈ છે અને આ કારણોસર તુષાર ઘેલાણીએ પોતાની દીકરીનાં લગ્ન પહેલાં આપઘાત કર્યો હોવાની વિગતો બહાર આવી છે.   



તન્વી ઘેલાણીએ કરેલી પોલીસ-ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે ‘પૂનમ ભદોરિયાએ પિતા તુષાર ઘેલાણીને હેરાન-પરેશાન કરીને સમાજમાં બદનામ કરવાની ધમકી આપીને તેમની પાસેથી નાણાં તથા મિલકતો પડાવી લઈને આત્મહત્યા કરવા દુષ્પ્રેરણા કરી છે. પિતા તુષાર ઘેલાણીને તનાવ અને ઉદાસ રહેવાનું કારણ પૂછતાં પિતાએ કહ્યું હતું કે મારાથી એક ભૂલ થઈ ગઈ છે, મારે એક પૂનમ ભદોરિયા નામની મહિલા સાથે પંદરેક વર્ષથી અનૈતિક સંબંધો છે, એના કારણે પૂનમ ભદોરિયા મને ખૂબ હેરાન-પરેશાન કરે છે અને આર્થિક અને માનસિક શોષણ કરે છે, તેનાથી હું કંટાળી ગયો છું અને છુટકારો લેવા માગું છું પણ તે મને છોડતી નથી. વેસુમાં આવેલી બ્લુ પેપિલૉન નામની પ્રીપ્રાઇમરી સ્કૂલ છે. એ ચાલુ કરવામાં તમામ નાણાં પિતાએ રોક્યાં હતાં. આ સ્કૂલમાં ૫૦ ટકાની ભાગીદારીનો કરાર પૂનમ ભદોરિયાએ કરાવી લીધો હતો અને સ્કૂલનું મૅનેજમેન્ટ પણ પોતાની જાતે કરે છે. અમારી સ્કૂલમાં ૫૦ ટકા ભાગીદારી અને સ્કૂલમાંથી પગાર અને નફો મેળવતી હતી. ૨૦૧૮થી ૨૦૨૪ સુધીમાં પગાર સિવાયના ૧,૩૭,૪૪,૪૨૧ રૂપિયા પૂનમ ભદોરિયાએ મેળવ્યા છે. સુરતના અઠવા–ઉમરા ઝોનમાં આવેલા જૉલી આર્કેડમાં ગ્રાઉન્ડ ફ્લોરની બે દુકાનો હતી જે પૂનમ ભદોરિયાએ પિતા પાસેથી પડાવી લીધી છે. બન્ને દુકાનના કુલ મળીને ૧,૦૭,૧૦,૦૦૦ રૂપિયા અવેજ પેટેના કે જે દસ્તાવેજમાં દર્શાવેલા છે એ આજ સુધી આપ્યા નથી.’ 


Whatsapp-channel Whatsapp-channel

22 February, 2026 10:29 AM IST | Surat | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK