Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ડોપિંગને કારણે ભારત પાસેથી પહેલો રોઇંગ વર્લ્ડ કપ ગોલ્ડ મેડલ છીનવાયો

ડોપિંગને કારણે ભારત પાસેથી પહેલો રોઇંગ વર્લ્ડ કપ ગોલ્ડ મેડલ છીનવાયો

Published : 27 July, 2026 05:19 PM | IST | Bern
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્વિટ્ઝરલૅન્ડમાં ભારતે જીતેલો ઐતિહાસિક રોઇંગ વર્લ્ડ કપ ગોલ્ડ મેડલ ડોપિંગના કારણે ગુમાવ્યો છે. લક્ષ્ય કુમારનો ડોપિંગ ટેસ્ટ પોઝિટિવ આવતા તેનું પરિણામ રદ કરવામાં આવ્યું છે અને તેના પર પ્રતિબંધની કાર્યવાહી શરૂ થઈ છે.

લક્ષ્ય કુમાર અને ઉજ્જવલ કુમાર સિંહ

લક્ષ્ય કુમાર અને ઉજ્જવલ કુમાર સિંહ


સ્વિટ્ઝરલૅન્ડમાં ગયા મહિને લક્ષ્ય કુમાર અને ઉજ્જવલ કુમાર સિંહે ભારત માટે પહેલી વખત રોઇંગ વર્લ્ડ કપ ગોલ્ડ મેડલ જીત્યો હતો. જોકે ડોપિંગના કલંકના કારણે ભારત પાસેથી આ મેડલ છીનવાઈ ગયો છે.  
લક્ષ્યની એક પ્રતિબંધિત પદાર્થ માટેની ડોપિંગ ટેસ્ટ પૉઝિટિવ આવી હતી. ટેસ્ટ માટે તેના નમૂના વર્લ્ડ કપ પહેલાં પચીસ મેએ લેવામાં આવ્યા હતા. એ દિવસ પછીની તેની તમામ સ્પર્ધાનાં રિઝલ્ટ ગેરલાયક ઠેરવવામાં આવ્યાં છે. નૅશનલ ઍન્ટી ડોપિંગ એજન્સી (NADA)એ તેને સ્થાયી રૂપે સસ્પેન્ડ કર્યો છે અને રોવર લક્ષ્ય પર ૪ વર્ષનો પ્રતિબંધ લાગી શકે છે. 


Whatsapp-channel Whatsapp-channel

27 July, 2026 05:19 PM IST | Bern | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK