બે શ્રદ્ધાળુઓનાં મોત થયાં હતાં અને ૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા
ગઈ કાલે ઓડિશાના પુરીમાં યોજાયેલી રથયાત્રામાં ભક્તોની ભીડ વચ્ચે અટવાયેલી ત્રણ ઍમ્બ્યુલન્સ, રથયાત્રા દરમ્યાન થયેલી નાસભાગમાં ઘાયલ થયેલી વ્યક્તિને સ્ટ્રેચર પર લઈ જતા સ્વયંસેવકો.
ઓડિશાના પવિત્ર શહેર પુરીમાં ગુરુવારે ભગવાન જગન્નાથની રથયાત્રા દરમ્યાન ભારે ભીડ બેકાબૂ બનતાં બે શ્રદ્ધાળુઓનાં મોત થયાં હતાં અને ૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા
લીમડીમાં રથયાત્રા પહેલાં બની દુઃખદ ઘટના, યાત્રા માટે આવેલા હાથીનું મોત
ADVERTISEMENT

ખાડો ખોદીને હાથીને દફનાવવામાં આવ્યો હતો.
ગુજરાતના દાહોદ જિલ્લાના લીમડીમાં ગઈ કાલે રથયાત્રા શરૂ થાય અે પહેલાં દુઃખદ ઘટના બની હતી. રથયાત્રામાં જોડાવા આવેલા એક હાથીનું મોત થયું હતું જેના કારણે ધાર્મિકજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ હાથીની દફનવિધિ કરવામાં આવી હતી અને એ સ્થળે ગણેશ મંદિર બનાવવાનો નિર્ણય કરાયો છે.
લીમડીમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રથયાત્રાની આગેવાની લેનાર હાથીને લવાયો હતો. જોકે રથયાત્રા શરૂ થાય અે પહેલાં સવારે આ હાથીનું અચાનક મોત થયું હતું. હાથીનું મોત થતાં રથયાત્રાના આયોજકો તેમ જ ભક્તજનોમાં શોકની કાલીમા છવાઈ ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હાથીનું મોત કેવી રીતે થયું અેની તપાસ હાથ ધરી છે. હાથીના મોત બાદ લીમડીમાં ખાડો ખોદીને અેની દફનવિધિ કરવામાં આવી હતી.
