Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બીકેસી પાસપોર્ટ ઓફિસમાં બૉમ્બની ધમકીથી ખળભળાટ, સર્ચ ઓપરેશનમાં ન મળ્યું કંઈ!

બીકેસી પાસપોર્ટ ઓફિસમાં બૉમ્બની ધમકીથી ખળભળાટ, સર્ચ ઓપરેશનમાં ન મળ્યું કંઈ!

Published : 16 July, 2026 02:32 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Mumbai BKC Passport Office bomb threat: બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં આવેલી પાસપોર્ટ ઓફિસને બૉમ્બથી ઉડાડવાની ધમકી આપતો એક ઈમેલ મળ્યા બાદ મુંબઈ પોલીસ અને બોમ્બ નિકાલ ટીમે ત્યાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


મુંબઈ (Mumbai)ના બાંદ્રા (Bandra) સ્થિત બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (Bandra Kurla Complex)માં આવેલી પાસપોર્ટ ઓફિસને ગુરુવારે સવારે વિસ્ફોટ કરવાની ધમકી આપતો એક ઈમેલ મળ્યા બાદ વિસ્તારમાં ભારે તણાવભરી સ્થિતિ સર્જાઈ હતી. આ ધમકીભર્યા ઈમેલ બાદ મુંબઈ પોલીસ (Mumbai Police)ના અધિકારીઓ અને બૉમ્બ નિકાલ વહીવટી ટીમ (Bomb Disposal Team) તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર પરિસરમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જોકે, તપાસ પૂર્ણ થયા બાદ તે વિસ્તારમાંથી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી. પરંતુ, પોલીસ અધિકારીઓએ હવે આ ધમકીભર્યો ઈમેલ મોકલનાર વ્યક્તિની શોધખોળ અને તપાસ શરૂ કરી દીધી છે.

ધમકીભર્યા ઈમેલ અંગે પોલીસ તપાસ



બીકેસી (BKC)માં આવેલી પાસપોર્ટ ઓફિસને આજે સવારે બૉમ્બની ધમકી (Mumbai BKC Passport Office bomb threat) મળતા ખળભળાટ મચ્યો હતો. બૉમ્બની ધમકીનો ઈમેલ મળ્યા બાદ અધિકારીઓએ પરિસરમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. સદ્નસીબે કંઈ મળ્યું નહોતું.


સમાચાર એજન્સી આઈએનએસ (IANS)ના અહેવાલ અનુસાર, આ કથિત ઈમેલમાં તમિલનાડુ (Tamil Nadu)ના ભૂતપૂર્વ મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન (M.K. Stalin)ના પત્ની દુર્ગા સ્ટાલિન (Durga Stalin) વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી હતી, જેમાં એવો દાવો કરાયો હતો કે તેમણે પયગંબર મોહમ્મદ (Prophet Muhammad)નું અપમાન કર્યું છે.

મુંબઈ પોલીસે આ મામલે સત્તાવાર તપાસ (Bomb Threat) શરૂ કરી છે અને વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.


તપાસ ચાલુ છે

આ ધમકી બાદ પોલીસ અધિકારીઓએ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી દીધી છે અને આ ધમકીભર્યો ઈમેલ મોકલનાર અજાણ્યા શખ્સને શોધવા માટે મુંબઈ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

એસ્પ્લેનેડ કોર્ટને પણ આવી જ ધમકી મળી હતી

આ દરમિયાન, આવી જ અન્ય એક અલગ ઘટનામાં થોડા અઠવાડિયા પહેલા દક્ષિણ મુંબઈ (South Mumbai)માં આવેલી એસ્પ્લેનેડ કોર્ટ (Esplanade Court) જે કિલ્લા કોર્ટ (Killa Court) તરીકે લોકપ્રિય છે, તેને પણ ૧૮ જૂનના રોજ એક અજ્ઞાત વ્યક્તિ તરફથી બૉમ્બ ધડાકાની ધમકી આપતો ઈમેલ મળ્યો હતો.

આ માહિતી મળતાં જ પોલીસ અધિકારીઓ બૉમ્બ સ્ક્વોડ સાથે કોર્ટ પરિસરમાં સર્ચ ઓપરેશન માટે દોડી ગયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સત્તાવાળાઓને મોકલવામાં આવેલા ઈમેલમાં દાવો કરવામાં આવ્યો હતો કે કોર્ટની અંદર બૉમ્બ રાખવામાં આવ્યો છે, જેના પગલે તંત્ર દ્વારા પોલીસ અને બૉમ્બ શોધક ટીમને બોલાવવામાં આવી હતી.

બાદમાં, ટીમ દ્વારા એસ્પ્લેનેડ કોર્ટ પરિસરની ખૂણેખૂણે તપાસ કરવામાં આવી હતી, પરંતુ ત્યાંથી કોઈ જ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક સામગ્રી મળી આવી નહોતી. આ ધમકી ભર્યો ઈમેલ મળ્યા બાદ કોર્ટની આસપાસની સુરક્ષા વ્યવસ્થા વધુ સખત કરી દેવામાં આવી હતી.

Whatsapp-channel Whatsapp-channel

16 July, 2026 02:32 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK