Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Dharwad Doctor Murder: એકબાજુ પતિની ડેડબૉડી, આઠ વર્ષનો માસૂમ પણ તરફડતો અને બીજી તરફ પત્ની બૅડ પર....

Dharwad Doctor Murder: એકબાજુ પતિની ડેડબૉડી, આઠ વર્ષનો માસૂમ પણ તરફડતો અને બીજી તરફ પત્ની બૅડ પર....

Published : 16 July, 2026 10:35 AM | IST | karnataka
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Dharwad Doctor Murder: ધારવાડના એક એપાર્ટમેન્ટમાંથી એનેસ્થેટિસ્ટ ડૉ. કિરણ હોન્નાવરની લોહીમાં લપટાયેલી ડેડબોડી મળી આવી હતી. વળી, તેનો ૮ વર્ષના માસૂમ પુત્ર પણ ગંભીર હાલતમાં મળી આવ્યો હતો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દેશભરમાં મર્ડર કેસો બંધ થવાનું નામ નથી લઇ રહ્યા. સોનમ રઘુવંશીથી માંડીને તાજતેરમાં જ પૂણેમાં બનેલો સિયા ગોયલનો કેસ હોય. આ કાળજું કંપાવી નાખતા મર્ડર કેસોએ આખા દેશને રીતસરનો ધ્રૂજવી નાખ્યો હતો. હવે ફરી એકવાર આવો જ કેસ કર્ણાટકમાંથી (Dharwad Doctor Murder) સામે આવ્યો હતો. ધારવાડમાં એક જાણીતા ડૉક્ટરની કરપીણ હત્યા કરવામાં આવી હોવાના અહેવાલ મળી રહ્યા છે.

ધારવાડના એક એપાર્ટમેન્ટમાંથી એનેસ્થેટિસ્ટ ડૉ. કિરણ હોન્નાવરની લોહીમાં લપટાયેલી ડેડબોડી મળી આવી હતી. વળી, તેનો ૮ વર્ષના માસૂમ પુત્ર પણ ગંભીર હાલતમાં મળી આવ્યો હતો. આ મામલે પોલીસે ડૉ. કિરણની વાઈફ પર શંકાના આધારે તેની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે. ઘાયલ બાળકને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.



શું છે સમગ્ર ઘટના?


મૃતક ડૉ. કિરણ હોન્નાવર ધારવાડ (Dharwad Doctor Murder)ના પવન હાઈસ્કૂલ સામે આવેલા એક એપાર્ટમેન્ટના છઠ્ઠા ફ્લોર પર તેમની પત્ની ડૉ. પ્રિયંકા કટ્ટનહલ્લી અને ૮ વર્ષના પુત્ર સાથે રહેતો હતો. ડૉ. કિરણ એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં એનેસ્થેટિસ્ટ તરીકે સેવા આપતો હતો. કિરણની પત્ની ડૉ. પ્રિયંકા નેત્રરોગ નિષ્ણાત છે અને તેણે એમ.એસ. (MS)ની ડિગ્રી મેળવેલી છે. પોલીસ કમિશનર એન. શશિકુમારે જણાવ્યું હતું કે બુધવારે ડૉ. કિરણના સંબંધીઓ અને મિત્રોએ તેનો કોન્ટેક્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. પણ તેનો કૉલ પત્ની પ્રિયંકા જ રીસીવ કરતી હતી. જ્યારે આ લોકો કિરણ વિષે પૂછતાં ત્યારે પ્રિયંકા કંઇક ને કંઇક બહાના આપતી હતી. ક્યારેક એવું કહેતી કે કિરણ આરામ કરી રહ્યો છે ટો ક્યારેક તે ડ્યુટી પર હોવાનું કહીને કૉલ મૂકી દેતી. ડૉક્ટર કિરણના રીલેટિવ્સને પ્રિયંકાના જવાબો પર શંકા ગઈ અને તેઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.

ઘટનાની ગંભીરતા જોઈને પોલીસ તરત જ ફ્લેટ પર પહોંચી હતી. પોલીસે દરવાજો તોડીને અંદર જોયું તો તેઓના પગ તળેથી જમીન જાણે ખસી (Dharwad Doctor Murder) ગઈ હતી. રૂમમાં ડૉ. કિરણની લોહીથી ખરડાયેલી ડેડબોડી પડી હતી. અને બાજુમાં જ તેનો માસૂમ દીકરો ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા હતા. પોલીસે તાત્કાલિક તેને હોસ્પિટલ ખસેડ્યો હતો.


પણ સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે એક તરફ જ્યાં પતિની લાશ (Dharwad Doctor Murder) પડી હતી તો બાજુમાં માસૂમ દીકરો લોહીલુહાણ હાલતમાં હતો, પરંતુ આ બધી વાતોથી જાણે કશું જ ન થયું હોય એમ ડૉક્ટર પત્ની પ્રિયંકા બેડ પર આરામથી સૂતી-સૂતી મોબાઈલ યુઝ કરતી જોવા મળી હતી.

પોલીસે આપેલા ફર્સ્ટ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ પ્રમાણે તો આ ઘટના સમયે ફ્લેટમાં માત્ર પતિ, પત્ની અને તેમનો પુત્ર જ હાજર હતા. તપાસ દરમિયાન બાળકના શરીર પર ધારદાર હથિયારના ઘા મળી આવ્યા છે. ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળેથી મહત્વના પુરાવા ભેગા કર્યા છે અને હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ હુમલો ક્યારે થયો, તેની પાછળનું અસલી કારણ શું હતું અને ઘટના પહેલાં ઘરમાં શું વિવાદ થયો હતો, તે પત્નીની કડક પૂછપરછ અને તપાસ પૂર્ણ થયા બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે.

Whatsapp-channel Whatsapp-channel

16 July, 2026 10:35 AM IST | karnataka | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK