વડા પ્રધાને સમગ્ર દેશમાં ૫૦૮ રેલવે-સ્ટેશન્સના રીડેવલપમેન્ટ માટે શિલાન્યાસ કર્યો, રેલવેપ્રધાને સ્પષ્ટતા કરી હતી કે સ્ટેશન રીડેવલપમેન્ટ પ્રોજેક્ટના નામે ભાડામાં વધારો કરવામાં નહીં આવે
૫૦૮ રેલવે-સ્ટેશન્સના રીડેવલપમેન્ટ માટે નવી દિલ્હીમાં ગઈ કાલે વિડિયો કૉન્ફરન્સિંગ દ્વારા શિલાન્યાસ કરી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી (તસવીર : પી.ટી.આઇ.)
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે વિડિયો કૉન્ફરન્સિંગ દ્વારા સમગ્ર દેશમાં ૫૦૮ રેલવે-સ્ટેશન્સના રીડેવલપમેન્ટ માટે શિલાન્યાસ કર્યો હતો. આ ૫૦૮ રેલવે-સ્ટેશન્સ ૨૭ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં છે. રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટતા કરી હતી કે સ્ટેશન રીડેવલપમેન્ટ પ્રોજેક્ટના નામે ભાડામાં વધારો કરવામાં નહીં આવે.
રીડેવલપમેન્ટ બાદ પૅસેન્જર્સને મૉડર્ન ફૅસિલિટીઝ અવેલેબલ થશે. વળી આ રેલવે-સ્ટેશન્સનાં બિલ્ડિંગ્સની ડિઝાઇન લોકલ કલ્ચર, હેરિટેજ અને આર્કિટેક્ચરથી પ્રેરિત હશે.
ADVERTISEMENT
વડા પ્રધાને ૫૦૮ રેલવે-સ્ટેશનના રીડેવલપમેન્ટ માટે શિલાન્યાસ કરતી વખતે કહ્યું હતું કે ‘વિરોધ પક્ષો દરેક સારા કામનો વિરોધ કરે છે. વિરોધ પક્ષોએ સંસદભવનના નવા બિલ્ડિંગનો વિરોધ કર્યો હતો. તેઓ સ્ટૅચ્યુ ઑફ યુનિટી નથી ગયા. તેમણે સરદાર પટેલને વંદન કર્યા નથી. તેઓ ન તો કામ કરશે કે ન તો કરવા દેશે.’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ‘પૂર્વોત્તર ભારતમાં રેલવેનું નેટવર્ક વધારવાને પણ અમારી સરકારે પ્રાથમિકતા આપી છે. હવે ટ્રેનથી લઈને સ્ટેશન સુધી એક સારો એક્સ્પીરિયન્સ આપવાનો પ્રયાસ છે. આજે સમગ્ર દુનિયાની નજર ભારત પર છે. ભારતને લઈને દુનિયાનો અપ્રોચ બદલાયો છે. ભારત વિકસિત થવાના ટાર્ગેટ પર આગળ વધી રહ્યું છે.’
રેલવે-સ્ટેશનો પર દર કલાકે ખૂબ મોટા પ્રમાણમાં કચરો જમા થાય છે. રીડેવલપમેન્ટ યોજના હેઠળ એને ડમ્પ કરવાને બદલે રીસાઇકલ કરવાની કોશિશ કરવામાં આવશે. એ સિવાય વરસાદના પાણીને પણ સ્ટોર કરીને એનો ઉપયોગ કરવામાં આવશે.
1309
આટલાં સ્ટેશનોને રીડેવલપ કરવા માટે ‘અમ્રિત ભારત સ્ટેશન સ્કીમ’ લૉન્ચ કરવામાં આવી છે. આ સ્કીમના ભાગરૂપે વડા પ્રધાન દ્વારા ૫૦૮ સ્ટેશનોના રીડેવલપમેન્ટ માટે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.
24470
રીડેવલપમેન્ટ માટે આટલા કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
|
કયા રાજ્યમાં કેટલાં સ્ટેશન્સ? |
|
|
રાજ્ય-કેન્દ્રશાસિત પ્રદેશ |
રીડેવલપમેન્ટ માટેનાં સ્ટેશન્સ |
|
ઉત્તર પ્રદેશ |
૫૫ |
|
રાજસ્થાન |
૫૫ |
|
બિહાર |
૪૯ |
|
મહારાષ્ટ્ર |
૪૪ |
|
પશ્ચિમ બંગાળ |
૩૭ |
|
મધ્ય પ્રદેશ |
૩૪ |
|
આસામ |
૩૨ |
|
ઓડિશા |
૨૫ |
|
પંજાબ |
૨૨ |
|
ગુજરાત |
૨૧ |
|
તેલંગણ |
૨૧ |
|
ઝારખંડ |
૨૦ |
|
આંધ્ર પ્રદેશ |
૧૮ |
|
તામિલનાડુ |
૧૮ |
|
હરિયાણા |
૧૫ |
|
કર્ણાટક |
૧૩ |


