Pilots Union demand Ground of Boeing 787 Aircrafts: અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ, ઍર ઇન્ડિયાના બોઇંગ 787 વિમાનની સલામતી અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. તેના જવાબમાં, ભારતીય પાઇલટ્સ એસોસિએશને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીને પત્ર લખ્યો.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ, ઍર ઇન્ડિયાના બોઇંગ 787 વિમાનની સલામતી અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. તેના જવાબમાં, ભારતીય પાઇલટ્સ એસોસિએશને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામ મોહન નાયડુને પત્ર લખીને ઍર ઇન્ડિયા દ્વારા સંચાલિત તમામ બોઇંગ 787 ડ્રીમલાઇનર્સને ગ્રાઉન્ડિંગ કરવાની માગ કરી છે.
અહેવાલ મુજબ, પાઈલટ્સ યુનિયને ડ્રીમલાઈનર વિમાનનું સંપૂર્ણ નિરીક્ષણ કરવાની વિનંતી કરી છે, ખાસ કરીને વિદ્યુત પુરવઠામાં ખામીઓ તપાસવા માટે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, "અમદાવાદ-લંડન ફ્લાઇટના દુર્ઘટના પછી, ઍર ઈન્ડિયાના ઘણા વિમાનોમાં ખામીઓ જોવા મળી છે. આ વિમાનોનું નિરીક્ષણ કરવામાં નિષ્ફળ જવાથી, મુસાફરોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. પાઈલટ્સ યુનિયને ફરી એકવાર માનનીય મંત્રીને અપીલ કરી છે કે તેઓ ઍર ઈન્ડિયાના તમામ બોઈંગ 787 ડ્રીમલાઈનરને ગ્રાઉન્ડ કરે."
ADVERTISEMENT
અમદાવાદ-લંડન ફ્લાઇટના દુર્ઘટના પછી, બોઇંગ 787 ડ્રીમલાઇનર સતત તપાસનો વિષય રહ્યું છે. તાજેતરના મહિનાઓમાં આ વિમાનોમાં ખામી હોવાના અહેવાલો પણ હેડલાઇન્સમાં આવ્યા છે. પાઇલટ્સ યુનિયનના આ પત્ર પછી સરકાર શું નિર્ણય લેશે તે જોવાનું બાકી છે. જો કે, સરકાર તમામ બોઇંગ 787 પર પ્રતિબંધ મૂકે તેવી શક્યતા ઓછી છે.
તાજેતરમાં, ઍર ઇન્ડિયા (Air India)ની ફ્લાઈટને ફરી એકવાર ઈમરજન્સી ધોરણે લેન્ડીંગ કરાવવાની ફરજ પડી હતી. રિપોર્ટ અનુસાર વિયેનાથી દિલ્હી તરફ આવી રહેલ એર ઇન્ડીયાની ફ્લાઈટનું દુબઈમાં ઈમરજન્સી ધોરણે લેન્ડીંગ કરવું પડ્યું હતું. ૩૯૦૦૦ ફીટની ઉંચાઈ પર ફ્લાઈટ AI-154નું ઓટો પાયલટ ફેઈલ તહી ગયું હતું. અહેવાલો મળી રહ્યા છે કે હાલમાં કોઇપણ તકલીફ વિના ફ્લાઈટને લેન્ડ કરી દેવાઈ છે. તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રિયાના વિયેનાથી નવી દિલ્હી તરફ અવી રહેલ ઍર ઇન્ડિયા (Air India)ની ફ્લાઇટમાં કોઈક ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જેના કારણે દુબઈમાં તેનું ઈમરજન્સી ધોરણે લેન્ડીંગ કરવું પડ્યું હતું. એરલાઇને નિવેદનમાં જણાવ્યું છે કે જરૂરી તપાસ માટે થોડીકવાર માટે બ્રેક લીધા બાદ ફ્લાઇટ નવી દિલ્હી જવા માટે દુબઈ એરપોર્ટથી સવારે ૮.૪૫એ ફરીથી ઉપાડવામાં આવ્યું હતું. ઍર ઇન્ડિયા (Air India)ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "૯મી ઓક્ટોબરના રોજ વિયેનાથી નવી દિલ્હી તરફ આવી રહેલ AI-154માં ઓચિંતા કોઈ ટેકનિકલ ખામી ઉદ્ભવી હોવાની શંકા ગઈ હતી. જેના કારણે દુબઈ તરફ તેને ડાયવર્ટ કરવામાં આવી હતી. વિમાનને દુબઈમાં સુરક્ષિત રીતે લેન્ડ કરાયું હતું અને જરૂરી તપાસ કરવામાં આવી હતી. તમામ મુસાફરોને મુસાફરીમાં થનાર વિલંબ અંગે પણ સુચના આપી દેવામાં આવી હતી. જરૂરી નાસ્તો આપવામાં આવ્યો હતો અને ફ્લાઇટ ૮.૪૫ વાગ્યે રવાના થઈ હતી"
તાજતેરમાં જ ઓગસ્ટ મહિનામાં તિરુવનંતપુરમથી દિલ્હી જનારી ઍર ઇન્ડિયાની ફ્લાઇટને ટેકનિકલ સમસ્યાને કારણે ચેન્નાઈ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. જો કે, તે જ ફ્લાઇટમાં હાજર કોંગ્રેસના સાંસદ કે. સી. વેણુગોપાલએ દાવો કરતાં જણાવ્યું હતું કે એરલાઇન સાથે મોટી દુર્ઘટના થતાં થતાં રહી ગઈ.


