ઓલાએ હાલમાં ગૂગલ-મૅપ્સને બદલે પોતાના મૅપ્સનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે
ભાવિશ અગરવાલ
ઓલાના ફાઉન્ડર અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર ભાવિશ અગરવાલે યુવાનોને અનોખી વિનંતી કરી છે. ઓલાએ હાલમાં ગૂગલ-મૅપ્સને બદલે પોતાના મૅપ્સનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે તેમ જ ભાવિશ અગરવાલ વેસ્ટર્ન કન્ટ્રીનું ટેક્નૉલૉજીમાં જે ડૉમિનન્સ છે એની ખૂબ જ ટીકા કરી રહ્યા છે. ભારતના કલ્ચર વિશે વાત કરતાં ભાવિશ અગરવાલ કહે છે કે ‘આપણે આપણા કુરતામાં વધુ કમ્ફર્ટેબલ રહી શકીએ છીએ. આપણાં કપડાંની સ્ટાઇલ અને ફૅશન-સેન્સ પણ ઇન્ડિયાની છે. મારી નજરમાં તો કુરતો ખૂબ સુંદર ડ્રેસિંગ છે. મારું માનવું છે કે દરેક ભારતીય ખાસ કરીને ટેક્નૉલૉજી ક્ષેત્રમાં કામ કરતા યુવાનોએ કુરતો પહેરવો જોઈએ.’

