Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > News In Short : દેવ‌દિવાળી તો વારાણસીની

News In Short : દેવ‌દિવાળી તો વારાણસીની

Published : 25 November, 2026 01:10 PM | Modified : 25 November, 2026 03:06 PM | IST | Varanasi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગંગાના ‌‌૮૪ ઘાટ પર ૧૧ લાખ દીવડાઓનો ઝગમગાટ.

વારાણસીમાં દીપોત્સવ

વારાણસીમાં દીપોત્સવ


ગઈ કાલે દેવ‌દિવાળી ‌‌નિ‌મિત્તે વારાણસીમાં ગંગાના ૮૪ ઘાટ પર ૧૧ લાખ દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા. કાશી ‌વિશ્વનાથ મં‌દિરને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. ગંગા‌કિનારે અદ્ભુત ડ્રોન અને લેસર શો યોજાયો હતો.



વાહ, ક્યા મૂછ હૈ


ગઈ કાલે રાજસ્થાનના ઇન્ટરનૅશનલ પુષ્કર કૅમલ ફેર 2026ના અજમેરમાં યોજાયેલા સમાપન સમારોહમાં મૂછ-સ્પર્ધામાં પોતાની મૂછ દેખાડતો એક સ્પર્ધક.


નેપાલના ૫.૩ની તીવ્રતાના ધરતીકંપથી પૂર્વ અને પૂર્વોત્તર ભારત સહિત પાંચ દેશો ધ્રૂજ્યા

નેપાલના કોશી પ્રાંતમાં લેલેપ નજીક મંગળવારે સવારે અંદાજે ૭.૦૨ વાગ્યે ૫.૩ની તીવ્રતાનો ભૂકંપ આવતાં ભારત, નેપાલ, ભુતાન, બંગલાદેશ અને ચીનના અનેક વિસ્તારોમાં ધ્રુજારી અનુભવાઈ હતી. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલૉજિકલ સર્વે (USGS)ના પ્રારંભિક અહેવાલમાં આ માહિતી સામે આવી હતી. નૅશનલ સેન્ટર ફૉર સિસ્મોલૉજી (NCS) મુજબ ભૂકંપનું કેન્દ્રબિંદુ ૨૦ કિલોમીટરની ઊંડાઈએ ૨૭.૮૫૫ ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને ૮૭.૯૦૯ ડિગ્રી પૂર્વ રેખાંશ પર હતું. બીજી તરફ ‘ધ કાઠમાંડુ પોસ્ટ’ના અહેવાલ પ્રમાણે નેપાલના નૅશનલ અર્થક્વેક મૉનિટરિંગ ઍન્ડ રિસર્ચ સેન્ટરે એની તીવ્રતા ૫.૬ અને કેન્દ્રબિંદુ નેપાલ-તિબેટ સરહદ પાસે તાપલેજુંગ જિલ્લાના ઓલાંગચુંગ ગોલા નજીક નોંધ્યું છે.

બિહાર, મેઘાલય અને પશ્ચિમ બંગાળ સહિત પૂર્વ તથા પૂર્વોત્તર ભારત અને હિમાલયન સરહદી વિસ્તારોમાં આંચકા અનુભવાતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો. પશ્ચિમ બંગાળમાં બહુમાળી ઇમારતો, રહેણાંક મકાનો, વીજળીના થાંભલા અને વીજતારો ધ્રૂજી ઊઠતાં રહેવાસીઓ ઘરોની બહાર દોડી આવ્યા હતા. ઉત્તર બંગાળના જલપાઈગુડી, અલીપુરદ્વાર અને કૂચબિહારમાં પણ ભૂકંપની અસર વર્તાઈ હતી. હજી સુધી કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલ નથી.

Whatsapp-channel Whatsapp-channel

25 November, 2026 03:06 PM IST | Varanasi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK