Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ૨૩ વર્ષનો કાર્લોસ અલ્કારાઝ ચારેય ગ્રૅન્ડ સ્લૅમની સાથે ATP ફાઇનલ્સ ટ્રોફી જીતનાર યંગેસ્ટ ટેનિસ-પ્લેયર બન્યો

૨૩ વર્ષનો કાર્લોસ અલ્કારાઝ ચારેય ગ્રૅન્ડ સ્લૅમની સાથે ATP ફાઇનલ્સ ટ્રોફી જીતનાર યંગેસ્ટ ટેનિસ-પ્લેયર બન્યો

Published : 24 November, 2026 02:43 PM | Modified : 24 November, 2026 02:44 PM | IST | Italy
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટેનિસ-કરીઅરમાં ચારેય ગ્રૅન્ડ સ્લૅમની સાથે ATP ફાઇનલ્સ ટ્રોફી જીતનાર કાર્લોસ અલ્કારાઝ ચોથો અને યંગેસ્ટ પ્લેયર બન્યો છે.

કાર્લોસ અલ્કારાઝ

કાર્લોસ અલ્કારાઝ


ઇટલીમાં આયોજિત અસોસિએશન ઑફ ટેનિસ પ્રોફેશનલ્સ (ATP) ફાઇનલ્સ જીતીને સ્પેનના કાર્લોસ અલ્કારાઝે ​ઇતિહાસ રચ્યો છે. ટૉપ એઇટ મેન્સ ટેનિસ-પ્લેયર્સ વચ્ચે સીઝનના અંતમાં રમાતી આ ટુર્નામેન્ટ કાર્લોસ અલ્કારાઝે પહેલી વખત જીતી છે.

ATP ફાઇનલ્સની ચૅમ્પિયનશિપ મૅચમાં કાર્લોસ અલ્કારાઝે વર્લ્ડ નંબર વન ઍલેક્ઝૅન્ડર ઝ્વેરેવ સામે ૬–૨, ૭–૬ની સ્કોરલાઇન સાથે જીત નોંધાવી હતી. ટેનિસ-કરીઅરમાં ચારેય ગ્રૅન્ડ સ્લૅમની સાથે ATP ફાઇનલ્સ ટ્રોફી જીતનાર કાર્લોસ અલ્કારાઝ ચોથો અને યંગેસ્ટ પ્લેયર બન્યો છે.



આન્દ્રે અગાસીએ ૧૯૯૯માં ૨૯ વર્ષ ૩૮ દિવસની ઉંમરે, નોવાક જૉકોવિચે ૨૦૧૬માં ૨૯ વર્ષ ૧૪ દિવસની ઉંમરે અને રૉજર ફેડરરે ૨૦૦૯માં ૨૭ વર્ષ ૩૦૩ દિવસની ઉંમરે આ સિદ્ધિ મેળવી હતી. વર્લ્ડ નંબર થ્રી કાર્લોસ અલ્કારાઝ ૨૩ વર્ષ ૨૦૧ દિવસની ઉંમરે આ વિશિષ્ટ ક્લબમાં સામેલ થયો છે. તેણે હમણાં સુધી ૭ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીત્યાં છે.


Whatsapp-channel Whatsapp-channel

24 November, 2026 02:44 PM IST | Italy | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK