Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ૧૫ રાજ્યોમાં કૉન્ગ્રેસનું ભારે પ્રદર્શન

જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ૧૫ રાજ્યોમાં કૉન્ગ્રેસનું ભારે પ્રદર્શન

Published : 29 September, 2026 10:19 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુખ્ય ચૂંટણી-કમિશનરના ઘરની બહાર કાળા કૂચડાથી વોટચોર અને ગદ્દાર લખ્યું, બૅન્ગલોરની ચૂંટણીપંચની ઑફિસની બહાર લોકશાહીની નનામી કાઢી, વોટચોરીના આક્ષેપો સાથે જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી વધુ ઉગ્ર બની

દિલ્હીમાં કૉન્ગ્રેસના કાર્યકરો લોકશાહી મરી ગઈ હોવાથી હાડપિંજરના માસ્ક પહેરીને આવ્યા હતા.

દિલ્હીમાં કૉન્ગ્રેસના કાર્યકરો લોકશાહી મરી ગઈ હોવાથી હાડપિંજરના માસ્ક પહેરીને આવ્યા હતા.


ચીફ ઇલેક્શન કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી સાથે ગઈ કાલે દેશનાં ૧૫ રાજ્યોમાં કૉન્ગ્રેસ દ્વારા ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, છત્તીસગઢ, ઉત્તરાખંડ, ગુજરાત, દિલ્હી અને કેરલમમાં જોરદાર વિરોધ-પ્રદર્શન થયું હતું. આ ઉપરાંત ઝારખંડ, હિમાચલ પ્રદેશ, મણિપુર, તેલંગણ અને કર્ણાટકમાં પણ સાંકેતિક વિરોધ-પ્રદર્શન જોવા મળ્યું હતું. 

સૌથી વધુ આક્રોશ ઉત્તર પ્રદેશના આગરામાં જોવા મળ્યો હતો જ્યાં કૉન્ગ્રેસના કાર્યકરોએ CEC જ્ઞાનેશ કુમારના ઘર પર કાળા કૂચડા ફેરવીને દીવાલો પર ગદ્દાર અને વોટચોર લખી દીધું હતું.
બીજી તરફ રાજસ્થાનના જયપુરમાં પ્રદર્શન દરમ્યાન ભીડ બેકાબૂ થતાં કૉન્ગ્રેસના કાર્યકરો અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ગેહલોટ પર પોલીસે વૉટર-કૅનનનો મારો ચલાવ્યો હતો. આ પ્રદર્શનમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ગેહલોટ પણ સામેલ હતા. રાહુલ ગાંધીએ પણ પ્રેસ-કૉન્ફરન્સ યોજીને જ્ઞાનેશ કુમાર પર મતદારયાદીના સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)માં ગરબડ કરીને વોટની ચોરી કરવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે. તેમના મતે અન્ય બે કમિશનરો પણ પંચની કામગીરીથી નારાજ છે.



લોકશાહીની નનામી કાઢીને બૅન્ગલોરમાં થયો વિરોધ 
દેશની ચૂંટણી-પ્રક્રિયાની નિષ્પક્ષતા અને પારદર્શિતા સામે સવાલો ઉઠાવતાં નાગરિકોના એક જૂથે રવિવારે બૅન્ગલોરમાં ચીફ ઇલેક્ટોરલ ઑફિસરની કચેરી બહાર લોકશાહીની નનામી કાઢીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો. દેખાવકારોએ પ્રતીકાત્મક રીતે લોકશાહીની અંતિમવિધિ કર્યા બાદ શુદ્ધીકરણની પ્રક્રિયા પણ કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

29 September, 2026 10:19 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK