Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Jaipur

લેખ

વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ

એક કિલો સોનું, ૪ સૂટકેસ ભરીને રોકડા, ૨૧૦ વીઘા જમીન અને એક પેટ્રોલ પમ્પ

રાજસ્થાનમાં એક દુલ્હનને તેના મામાએ મામેરામાં આપ્યાં. એવું કહેવાઈ રહ્યું છે કે આ જિલ્લાનું આ સૌથી મોટું મામેરું હતું. લગ્નમાં દુલ્હનના પરિવારના સભ્યો ૧૦૦ લક્ઝરી કાર અને ૪ લક્ઝરી બસમાં બેસીને મામેરું ભરવા આવ્યા હતા.

09 May, 2025 02:23 IST | Jaipur | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ

વહુઓ રીલ બનાવે છે અને સસરા રસોઈ કરે છે

એક સમય હતો જ્યારે રાજસ્થાની વહુઓ છાતીસમાણો ઘૂંઘટ તાણીને ફરતી અને વડીલોની આમન્યા રાખતી, પણ હવે જમાનો બદલાઈ ગયો છે. ઘૂંઘટ તો જતો રહ્યો છે અને સમાજ પણ હવે મૉડર્ન થઈ ગયો છે.

03 May, 2025 02:12 IST | Jaipur | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ

બાઇક પર ઊભો રહીને પૂરવેગે જતો હતો, સંતુલન બગડતાં ટ્રૅફિક વચ્ચે ગોઠમડાં ખાધાં

સોશ્યલ મીડિયા પર એક વિડિયો ખૂબ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. એમાં દિલ્હી-જયપુર એક્સપ્રેસવે પર એક યુવક ફુલ સ્પીડમાં બાઇક પર ઊભો રહીને સ્ટન્ટ કરતો દેખાય છે. શરૂઆતમાં તો એવું લાગે છે જાણે કોઈ ફિલ્મનો સીન ફિલ્માવાઈ રહ્યો છે.

29 April, 2025 12:35 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
વૉશરૂમ વાપરવાની રસીદ

ઇમર્જન્સીમાં બાથરૂમ જવું પડ્યું તો હોટેલે પકડાવ્યું ૮૦૫ રૂપિયાનું બિલ

રાજસ્થાનના સુપ્રસિદ્ધ ખાટૂ શ્યામ મંદિરમાં જઈ રહેલી એક મહિલાએ તેના પરિવાર સાથે થયેલી એક વિચિત્ર ઘટના સોશ્યલ મીડિયા પર શૅર કરી છે. તેણે લખેલી વાતથી સોશ્યલ મીડિયા પર માનવતાના મુદ્દે ચર્ચા છેડાઈ ગઈ છે.

28 April, 2025 11:50 IST | Jaipur | Gujarati Mid-day Correspondent

ફોટા

જાનકી બોડીવાલા, સ્નેહા દેસાઈ

આઇફા અવૉર્ડ્‍સમાં બે ગુજરાતી કન્યાઓનો સપાટો

જાનકી બોડીવાલાને  શૈતાન માટે બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસનો તેમ જ સ્નેહા દેસાઈને લાપતા લેડીઝ માટે બેસ્ટ સ્ક્રીનપ્લેનો અવૉર્ડ મળ્યો: કાર્તિક આર્યન બેસ્ટ ઍક્ટર અને નિતાંશી ગોયલ બેસ્ટ ઍક્ટ્રેસ જાહેર આઇફા અવૉર્ડ્‍સની આ વર્ષે સિલ્વર જ્યુબિલી યોજાઈ છે અને આ વખતે અવૉર્ડ-ફંક્શનનું ત્રણ દિવસનું સેલિબ્રેશન રાજસ્થાનના જયપુર ખાતે યોજાયું હતું. આ ફંક્શન અંતર્ગત શનિવારે ડિજિટલ અવૉર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા, જ્યારે રવિવારે ફિલ્મ-અવૉર્ડ્‍સ આપવામાં આવ્યા હતા. આ વખતના ફિલ્મ-અવૉર્ડ્‍સ ફંક્શનમાં ‘લાપતા લેડીઝ’ને અલગ-અલગ કૅટેગરીમાં સૌથી વધારે ૧૦ અવૉર્ડ મળ્યા છે, જ્યારે કાર્તિક આર્યનને ‘ભૂલભુલૈયા 3’ માટે  બેસ્ટ લીડિંગ ઍક્ટરનો અને નિતાંશી ગોયલને ‘લાપતા લેડીઝ’ માટે બેસ્ટ લીડિંગ ઍક્ટ્રેસનો રોલ મળ્યો છે. આ અવૉર્ડ-ફંક્શનમાં કરણ જોહર અને કાર્તિક આર્યને ઍન્કરિંગની જવાબદારી સંભાળી હતી; જ્યારે શાહરુખ ખાન, માધુરી દીક્ષિત, ક્રિતી સૅનન, શાહિદ કપૂર અને કરીના કપૂરે જોરદાર પર્ફોર્મન્સ આપીને લોકોનાં દિલ જીતી લીધાં હતાં. આઇફા અવૉર્ડ્‍સ 2025માં બે ગુજરાતી યુવતીઓએ અલગ-અલગ કૅટેગરીમાં અવૉર્ડ જીતવાની સિદ્ધિ મેળવી છે. આ વર્ષે જાનકી બોડીવાલાને  ‘શૈતાન’ માટે બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસનો તેમ જ સ્નેહા દેસાઈને ‘લાપતા લેડીઝ’ માટે બેસ્ટ સ્ક્રીનપ્લેનો અવૉર્ડ એનાયત કરવામાં આવ્યો છે. જાનકી બોડીવાલાએ ‘શૈતાન’ જે ગુજરાતી ફિલ્મ ‘વશ’ની રીમેક છે એમાં પણ મહત્ત્વનો રોલ ભજવ્યો હતો અને શાહરુખે તેને અવૉર્ડ એનાયત કરતાં તે બહુ ખુશખુશાલ થઈ ગઈ હતી. આઇફા અવૉર્ડ્‍સના વિજેતાઓની યાદી બેસ્ટ લીડિંગ રોલ (મેલ) કાર્તિક આર્યન (ભૂલભુલૈયા 3) બેસ્ટ લીડિંગ રોલ (ફીમેલ) નિતાંશી ગોયલ (લાપતા લેડીઝ) બેસ્ટ ડિરેક્શન કિરણ રાવ (લાપતા લેડીઝ) બેસ્ટ પર્ફોર્મન્સ ઇન અ નેગેટિવ રોલ રાઘવ જુયાલ (કિલ) બેસ્ટ સપોર્ટિંગ રોલ (ફીમેલ) જાનકી બોડીવાલા (શૈતાન) બેસ્ટ સપોર્ટિંગ રોલ (મેલ) રવિ કિશન (લાપતા લેડીઝ) બેસ્ટ સ્ટોરી (ઓરિજિનલ) પૉપ્યુલર કૅટેગરી બિપ્લબ ગોસ્વામી (લાપતા લેડીઝ) બેસ્ટ સ્ટોરી (અડૅપ્ટેડ) શ્રીરામ રાઘવન, અરિજિત બિશ્વાસ, પૂજા લધા સુરતી અને અનુકૃતિ પાંડે (મેરી ક્રિસમસ) બેસ્ટ ડિરેક્શન ડેબ્યુ કુણાલ ખેમુ (મડગાંવ એક્સપ્રેસ) બેસ્ટ ડેબ્યુ ઍક્ટર (મેલ) લક્ષ્ય લાલવાણી (કિલ) બેસ્ટ ડેબ્યુ ઍક્ટર (ફીમેલ) પ્રતિભા રંતા (લાપતા લેડીઝ) બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટર રામ સંપથ (લાપતા લેડીઝ) બેસ્ટ લિરિક્સ પ્રશાંત પાંડે (સજની, લાપતા લેડીઝ) બેસ્ટ સિંગર (મેલ) જુબિન નૌટિયાલ (આર્ટિકલ 370, દુઆ) બેસ્ટ સિંગર (ફીમેલ) શ્રેયા ઘોષાલ (ભૂલભુલૈયા 3, અમી જે તોમર 3.0) બેસ્ટ સ્ક્રીનપ્લે સ્નેહા દેસાઈ (લાપતા લેડીઝ) બેસ્ટ ડાયલૉગ્સ અર્જુન ધવન, આદિત્ય ધર, આદિત્ય સુહાસ જાંભલે, મોનલ ઠાકર (આર્ટિકલ 370) બેસ્ટ સિનેમૅટોગ્રાફી રફી મેહમૂદ (કિલ) બેસ્ટ ડાન્સ ડિરેક્ટર બોસ્કો-સીઝર (બૅડ ન્યુઝ, તૌબા તૌબા) બેસ્ટ સ્પેશ્યલ ઇફેક્ટ્સ રેડ ચિલીઝ વીએફએક્સ (ભૂલભુલૈયા ૩) આઉટસ્ટૅન્ડિંગ અચીવમેન્ટ ઇન ઇન્ડિયન સિનેમા રાકેશ રોશન  

11 March, 2025 04:40 IST | Jaipur | Gujarati Mid-day Correspondent
ઘટનાસ્થળનાં હ્રદયદ્રાવક દૃશ્યો

જયપુર-અજમેર હાઇવે પર ટ્રકની ટક્કર બાદ આગ લાગી, પાંચનાં મોત, 37 ઘાયલ

જયપુર-અજમેર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કેમિકલ ભરેલી ટ્રક અને અનેક વાહનોની ટક્કર થઈ હતી. ટક્કર બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગ લગતા પાંચ લોકોનાં મોત તો 37 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હાઇવેના 300 મીટરના પટમાં આ આગ ગણતરીની મિનિટોમાં ફેલાઈ હતી. 40 જેટલા વાહનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા. (તસવીર- પીટીઆઈ)

20 December, 2024 02:16 IST | Jaipur | Gujarati Mid-day Online Correspondent
ટ્રેનમાં ફાયરિંગ

જયપુરથી મુંબઈ આવતી ટ્રેનમાં ફાયરિંગની તસવીરો, ટ્રેનમાં લોહીલુહાણ હાલતમાં મૃતદેહો

એક રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) કોન્સ્ટેબલે સોમવારે મહારાષ્ટ્રના પાલઘર રેલવે સ્ટેશન નજીક ચાલતી ટ્રેનમાં સવાર ચાર વ્યક્તિઓને ગોળી મારી દીધી હતી. જયપુર-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનમાં વહેલી સવારે ફાયરિંગ થતાં અફરાતફી મચી ગઈ હતી. (તસવીરો/પ્રદીપ ધીવર અને સતેજ શિંદે)

31 July, 2023 02:57 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

Long Drive પર જવું છે તો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે વચ્ચેના આ શહેરો કેમ છે બેસ્ટ?

હાલ લૉન્ગ ડ્રાઈવ ટ્રેન્ડમાં છે, ખાસ કરીને કોરોના મહામારી બાદથી લોકોએ જે ફરવાનું શરૂ કર્યું છે, તેને જોઈને એવું લાગે છે કે જાણે હવે માત્ર લોકોને રજાની જરૂર છે લૉન્ગ ડ્રાઈન પર તો તે જાતે જ નીકળી જશે. પણ ગાડીમાં બેસીને કોઈ સુંદર જગ્યાએ જવું સૌથી મોટો ટાસ્ક બને છે, કારણકે ડેસ્ટિનેશન પણ એવું જ હોવું જોઈએ, જે ફરવાની વાઈબ્સ આપે ન કે તમને કંટાળે. તો ચાલો આજે જાણો કેટલાક એવા શહેરો વિશે, જે હવે લૉન્ગ ડ્રાઈવ માટે બેસ્ટ માનવામાં આવશે. થોડાંક દિવસો પહેલા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે લોકો માટે શરૂ કરી દેવામાં આવ્યો છે, આ રૂટ દ્વારા તમે લગભગ 6 શહેરમાં સરળતાથી પહોંચી શકો છો. તો જાણો આ શહેરો વિશે... (તસવીર સૌજન્ય: આઇસ્ટૉક)

21 February, 2023 02:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

જેડી વાન્સે પરિવાર સાથે જયપુરના આમેર કિલ્લાની મુલાકાત લીધી.

જેડી વાન્સે પરિવાર સાથે જયપુરના આમેર કિલ્લાની મુલાકાત લીધી.

ભારતની તેમની 4 દિવસની સત્તાવાર મુલાકાતના ભાગ રૂપે, યુએસના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે, તેમના પરિવાર સાથે, જયપુરના ઐતિહાસિક આમેર કિલ્લાની મુલાકાત લીધી. રાજસ્થાનના સમૃદ્ધ વારસામાં ડૂબકી લગાવતા, વાન્સ પરિવારે કિલ્લાના અદભુત સ્થાપત્ય, મનોહર દૃશ્યો અને જીવંત સાંસ્કૃતિક ઇતિહાસની પ્રશંસા કરી. આ મુલાકાત ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેના ગાઢ સંબંધો અને સાંસ્કૃતિક વારસાની સહિયારી પ્રશંસાને પ્રકાશિત કરે છે.

22 April, 2025 01:38 IST | Jaipur
જયપુર ટેંકર વિસ્ફોટ: મોટો અકસ્માત, આગની ઘટનામાં ચાર લોકોનાં જીવ ગયા

જયપુર ટેંકર વિસ્ફોટ: મોટો અકસ્માત, આગની ઘટનામાં ચાર લોકોનાં જીવ ગયા

જયપુરના ભાંકરોટા વિસ્તારમાં ભયાનક દુર્ઘટનામાં ઓછામાં ઓછા 4 લોકોનાં મોત નિપજ્યાં છે. આ ઘટના અનેક વાહનોની એક પછી એક ટક્કરથી લાગી ગયેલી આગને કારણે બની. આગ બુઝાવવાના પ્રયાસો ચાલુ છે, પરંતુ આ ઘટનામાં અનેક લોકોને ઈજા પહોંચી છે, જીવ ગુમાવ્યા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ 20 ડિસેમ્બરનાં સવારના સમયે થયેલી આ આગની ઘટનાસ્થળે મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. ઉપમુખ્યમંત્રી પ્રેમચંદ બૈરવા પણ ત્યાં હાજર રહ્યા હતા. કુલ 4 લોકોનાં મોત નીપજ્યાં છે અને 35 લોકોને ઈજા પહોંચી છે. આ અગ્નિદુર્ઘટના મુખ્ય અજમેર રોડ પર આવેલા પેટ્રોલ પંપની નજીક અનેક વાહનો વચ્ચે થયેલી ટક્કરની કારણે સર્જાઈ હતી.

20 December, 2024 02:46 IST | Jaipur
ઉર્વશી રૌતેલાએ રિયા સિંઘાને મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024નો તાજ પહેરાવ્યો

ઉર્વશી રૌતેલાએ રિયા સિંઘાને મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024નો તાજ પહેરાવ્યો

રાજસ્થાનના જયપુરમાં મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024નો ગ્રાન્ડ ફિનાલે યોજાયો હતો. એક શાનદાર સમારંભમાં રિયા સિંઘાને મિસ યુનિવર્સ ઇન્ડિયા 2024નો તાજ પહેરાવવામાં આવ્યો હતો. પ્રાંજલ પ્રિયાને ફર્સ્ટ રનર અપ તરીકે પસંદ કરવામાં આવી હતી, જ્યારે છવી વર્ગે સેકન્ડ રનર અપનું સ્થાન મેળવ્યું હતું. સુષ્મિતા રોય અને રુપફુઝાનો વિસોએ અનુક્રમે ત્રીજા અને ચોથા રનર-અપ સ્થાન મેળવ્યા. 51 ફાઇનલિસ્ટ સ્પર્ધા સાથે, રિયાએ ટાઇટલ જીત્યું અને હવે તે મિસ યુનિવર્સ 2024 સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. અભિનેત્રી ઉર્વશી રૌતેલા નિર્ણાયકોમાંની એક હતી; તેણીએ અનુક્રમે 2012 અને 2015 માં બે વાર મિસ યુનિવર્સ ઇન્ડિયાનો ખિતાબ મેળવ્યો હતો.

23 September, 2024 02:12 IST | Mumbai
રાજસ્થાનના અલવરમાં અલવર-મથુરા ગૂડ્સ ટ્રેનના 3 ડબ્બા પાટા પરથી ઉતર્યા

રાજસ્થાનના અલવરમાં અલવર-મથુરા ગૂડ્સ ટ્રેનના 3 ડબ્બા પાટા પરથી ઉતર્યા

રાજસ્થાનના અલવરથી રેવાડી, હરિયાણા જતી માલસામાન ટ્રેન 21મી જુલાઈ, રવિવારે વહેલી સવારે મથુરા-અલવર ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. આ ઘટનામાં ત્રણ કોચ સામેલ હતા અને લગભગ 2:30 વાગ્યે બની હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. પાટા પરથી ઉતરેલી ટ્રેનને કારણે ભયજનક દ્રશ્યો સર્જાયા હતા, જે સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ ગયા હતા. એડીઆરએમ જયપુર મનીષ ગોયલના જણાવ્યા અનુસાર, પાટા પરથી ઉતરી જવાની ઘટના યાર્ડની સાઈડ લાઈનમાં થઈ હતી અને તેનાથી દિલ્હી-અલવર મુખ્ય માર્ગને કોઈ અસર થઈ નથી. સવારે 9 વાગ્યા સુધીમાં, ટ્રેક સાફ કરવામાં આવ્યો હતો, જેનાથી સામાન્ય રેલવે કામગીરી ફરી શરૂ થઈ હતી અને અધિકારીઓએ પણ ઘટના પર પ્રતિક્રિયા આપી હતી.

21 July, 2024 05:35 IST | Jaipur

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK