Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સલમાન ખાને કરી AIના દુરુપયોગ વિરુદ્ધ કાયદો બનાવવાની ડિમાન્ડ

સલમાન ખાને કરી AIના દુરુપયોગ વિરુદ્ધ કાયદો બનાવવાની ડિમાન્ડ

Published : 29 September, 2026 11:27 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘બિગ બૉસ ૨૦’ના ‘વીકએન્ડ કા વાર’માં સલમાન ખાને AIના વધતા દુરુપયોગ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેણે AIથી બનાવાતા ભ્રામક વિડિયો રોકવા કડક કાયદો અને સોશ્યલ મીડિયા પર સેન્સરશિપની જરૂરિયાત વ્યક્ત કરી હતી.

સલમાન ખાન

સલમાન ખાન


સલમાન ખાને ‘બિગ બૉસ 20’ના ‘વીકએન્ડ કા વાર’ એપિસોડમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ એટલે કે AI અને એની મદદથી બનાવવામાં આવતા વિડિયોના દુરુપયોગ વિશે ચિંતા વ્યક્ત કરી હતી. ગયા અઠવાડિયે તેણે ફોટોગ્રાફર્સ, બૉડી-શેમિંગ કરનારા લોકો અને ટ્રોલ્સ પર નારાજગી વ્યક્ત કરી હતી જ્યારે આ અઠવાડિયે તેણે AIના વધતા દુરુપયોગનો મુદ્દો ઉઠાવ્યો હતો. સલમાને AIથી બનાવાતા ભ્રામક વિડિયો પર નિયંત્રણ માટે કડક કાયદા અને સોશ્યલ મીડિયા પર વધુ નિયંત્રણની જરૂરિયાત વ્યક્ત કરી હતી.
સલમાને જણાવ્યું હતું કે AIની મદદથી કોઈ વ્યક્તિના અવાજમાં ફેરફાર કરીને તેને અપશબ્દો કે વાંધાજનક વાતો કહેતો બતાવી શકાય છે અને કેટલાક લોકો AIથી બનાવેલા વિડિયો ખોટા હોવાનું જાણ્યા વિના તેને સોશ્યલ મીડિયા પર શૅર કરી શકે છે. સલમાને AIનો દુરુપયોગ કરીને જાણીજોઈને આવા વિડિયો બનાવનારા લોકોના ઇરાદા પર સવાલ ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે ‘આ માટે એક કાયદો પસાર થવો જોઈએ અને સોશ્યલ મીડિયા પર સેન્સરશિપ હોવી જોઈએ. આવું કરનારને જેલમાં નાખવા જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

29 September, 2026 11:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK