Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ગટરની દુર્ગંધ આવે એવી જગ્યાએ શૂટર પ્રૅક્ટિસ કરવા મજબૂર થયા

ગટરની દુર્ગંધ આવે એવી જગ્યાએ શૂટર પ્રૅક્ટિસ કરવા મજબૂર થયા

Published : 29 September, 2026 10:34 AM | IST | Nagoya
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એશિયન ગેમ્સ ૨૦૨૬માં મનુ ભાકર એક પણ મેડલ જીતી શકી નથી. તેના પિતા રામ કિશન ભાકરે શૂટિંગ-રેન્જ, ગટરની દુર્ગંધ અને આવવા-જવાના અનિયમિત બસ સમયપત્રકને લઈને જપાનના આયોજન સામે સવાલ ઉઠાવ્યા છે.

પપ્પા સાથે મનુ ભાકર

પપ્પા સાથે મનુ ભાકર


ભારતની ૨૪ વર્ષની શૂટર મનુ ભાકર એશિયન ગેમ્સ 2026માં એક પણ મેડલ જીતી શકી નથી. મનુ ભાકર ૧૦ મીટર ઍર પિસ્ટલ સિંગલ્સની ફાઇનલમાં પાંચમા ક્રમે, ૧૦ મીટર ઍર પિસ્ટલ ટીમ ઇવેન્ટની ફાઇનલમાં ચોથા સ્થાને, ૨૫ મીટર ઍર પિસ્ટલ સિંગલ્સના ક્વૉલિફિકેશન રાઉન્ડમાં ૧૧મા ક્રમે અને ૨૫ મીટર ઍર પિસ્ટલ ટીમ ઇવેન્ટની ફાઇનલમાં પાંચમા ક્રમે રહી હતી. 
મનુ ભાકરના પિતા રામ કિશન ભાકરે જપાનના આયોજનને જોઈને કહ્યું કે ‘અહીં ગટરની દુર્ગંધ આવે છે છતાં ખેલાડીઓ આવા વાતાવરણમાં શૂટિંગ કરી રહ્યા છે. શૂટિંગ-રેન્જ નાગોયા શહેરથી ખૂબ દૂર છે. પ્રશ્ન એ થાય છે કે દરરોજ ચારથી પાંચ કલાક કેમ બગાડવામાં આવે છે? અને એમાંય વળી બસના સમયની સમસ્યા. આવવા-જવામાં ચારથી પાંચ કલાક લાગે છે અને બસનું સમયપત્રક પણ અનિયમિત હોય છે.’ 
રામ કિશન ભાકરે વધુમાં કહ્યું કે ‘જપાન જેવા દેશે આવી મોટી સ્પર્ધાઓનું આયોજન ન કરવું જોઈએ. જો તેઓ આવી સ્પર્ધાઓનું આયોજન કરવા માગતા હોય તો તેમણે સુધારો કરવાની જરૂર છે. તેમણે વ્યવસ્થા વધુ સારી રીતે કરવી જોઈએ.’
એશિયન ગેમ્સમાં મનુ ભાકર માત્ર ૨૦૨૨માં ૨૫ મીટર ઍર પિસ્ટલ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

29 September, 2026 10:34 AM IST | Nagoya | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK