Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બોગસ પાસપોર્ટ પર અમેરિકાથી મુંબઈ પહોંચેલો રાજકોટનો યુવક ઝડપાયો

બોગસ પાસપોર્ટ પર અમેરિકાથી મુંબઈ પહોંચેલો રાજકોટનો યુવક ઝડપાયો

Published : 29 September, 2026 10:06 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈથી ઇશ્યુ થયેલા પાસપોર્ટની માહિતી બદલી અમદાવાદમાંથી નવો પાસપોર્ટ મેળવ્યો હતો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર અમેરિકાથી પૅરિસ થઈને આવેલા ૩૬ વર્ષના હાર્દિક શુક્લાની સહાર પોલીસે રવિવારે સાંજે ધરપકડ કરી છે. મૂળ રાજકોટના રહેવાસી હાર્દિકે ઇમિગ્રેશન તપાસ દરમ્યાન પોતાનો ભારતીય પાસપોર્ટ રજૂ કર્યો હતો. જોકે પાસપોર્ટ સ્વૉપ મશીનમાં તપાસ કરતી વખતે એ પાસપોર્ટ નંબર અન્ય વ્યક્તિના નામે નોંધાયેલો હોવાનું બહાર આવ્યું હતું. આથી શંકા જતાં ઇમિગ્રેશન અધિકારીઓએ તેને તાત્કાલિક તાબામાં લઈને વિગતવાર પૂછપરછ હાથ ધરી હતી જેમાં એ બોગસ પાસપોર્ટ હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. આ કેસમાં હાર્દિક અને તેને બોગસ પાસપોર્ટ તૈયાર કરી આપનાર એજન્ટની તપાસ હાથ ધરવામાં આવી છે.
સહાર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તપાસ દરમ્યાન સામે આવ્યું કે હાર્દિક શુક્લા ૨૦૧૫માં ટૂરિસ્ટ વીઝા પર અમેરિકા ગયો હતો, જ્યાં તેનો મૂળ પાસપોર્ટ ખોવાઈ ગયો હતો. ત્યાર બાદ મુદત પૂરી થતાં તેણે એક એજન્ટ મારફતે ગેરકાયદેસર રીતે ખોટી માહિતી રજૂ કરીને અમદાવાદ પાસપોર્ટ ઑફિસમાંથી નવો પાસપોર્ટ મેળવ્યો હતો. તેણે રજૂ કરેલો પાસપોર્ટ ખરેખર હર્ષ યાદવ નામના અન્ય નાગરિકના નામે મુંબઈથી ઇશ્યુ થયેલો હતો જેના પર હાર્દિક શુક્લાની વિગતો છાપીને બોગસ પાસપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. ઇમિગ્રેશન વિભાગની પ્રાથમિક તપાસમાં ગેરરીતિ અને છેતરપિંડી સાબિત થતાં અધિકારીઓના નિર્દેશાનુસાર આરોપી હાર્દિક શુક્લા તેમ જ તેને બોગસ પાસપોર્ટ બનાવી આપનાર એજન્ટ સામે અમે ફરિયાદ નોંધ કરી હાર્દિકની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં આરોપી એજન્ટની શોધ હાથ ધરવામાં આવી છે.’ 


Whatsapp-channel Whatsapp-channel

29 September, 2026 10:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK