તેમણે પત્રમાં લખ્યું છે કે, “ગુનેગારોનું આ વલણ જોવું ભયાનક છે. તે સમાજ અને રાષ્ટ્રના આત્મવિશ્વાસ અને અંતરાત્માને હચમચાવી નાખે છે, તેનો અંત લાવવાની આપણી ફરજ છે જેથી મહિલાઓ સુરક્ષિત અનુભવે."
મમતા બેનર્જીની ફાઇલ તસવીર
કોલકાતાની આરજી કર મેડિકલ કૉલેજ હૉસ્પિટલમાં તાલીમાર્થી મહિલા ડૉક્ટર સાથે બળાત્કાર અને હત્યાના મામલા (Kolkata Rape and Murder Case)માં ખળભળાટ મચી ગયા બાદ હવે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક મહત્વપૂર્ણ પત્ર લખીને મોટી માગ કરી છે. સમાચાર એજન્સીએ એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને જણાવ્યું કે, પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને બળાત્કારના દોષિતોને સજાની સાથે સાથે કડક કાયદાની માગ કરી છે.
પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાનના મુખ્ય સલાહકાર અલાપન બંદોપાધ્યાયે પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી છે. તૃણમૂલ કૉંગ્રેસના સુપ્રીમો બેનર્જીએ આ મહિનાની શરૂઆતમાં કોલકાતામાં સરકારી સંચાલિત આરજી કાર મેડિકલ કૉલેજ હૉસ્પિટલમાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા (Kolkata Rape and Murder Case)ના રાષ્ટ્રવ્યાપી વિરોધ બાદ આ પત્ર લખ્યો છે.
ADVERTISEMENT
મમતાએ કડક કાયદો બનાવવાની માગ કરી
દેશભરમાં બળાત્કારના કિસ્સાઓ (Kolkata Rape and Murder Case)ની નિયમિત ઘટનાને ધ્યાનમાં લેતા, સીએમ મમતા બેનર્જીએ પત્રમાં લખ્યું છે કે ઉપલબ્ધ ડેટા મુજબ, દરરોજ લગભગ 90 બળાત્કારના કેસ થાય છે. ઘણા કિસ્સાઓમાં, બળાત્કાર પીડિતાની હત્યા પણ કરવામાં આવે છે.
પીડિત પરિવારને 15 દિવસમાં ન્યાય મળવો જોઈએઃ મમતા
તેમણે પત્રમાં લખ્યું છે કે, “ગુનેગારોનું આ વલણ જોવું ભયાનક છે. તે સમાજ અને રાષ્ટ્રના આત્મવિશ્વાસ અને અંતરાત્માને હચમચાવી નાખે છે, તેનો અંત લાવવાની આપણી ફરજ છે જેથી મહિલાઓ સુરક્ષિત અનુભવે. આવા ગંભીર અને સંવેદનશીલ મુદ્દાને એક કડક કેન્દ્રીય કાયદા દ્વારા વ્યાપકપણે સંબોધિત કરવાની જરૂર છે જે આ જઘન્ય અપરાધોમાં સામેલ લોકો માટે સજાની જોગવાઈ કરે છે જે અન્ય લોકો માટે ઉદાહરણ સેટ કરે છે.”
મમતા બેનર્જીએ આ કેસોની ઝડપી સુનાવણી માટે ફાસ્ટ-ટ્રેક વિશેષ અદાલતની સ્થાપનાનો પણ પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે સૂચન કર્યું કે, “ઝડપી ન્યાય સુનિશ્ચિત કરવા માટે, સુનાવણી મહત્તમ 15 દિવસમાં પૂર્ણ થવી જોઈએ.”
ઉલ્લેખનીય છે કે, આ પડકારો વચ્ચે મમતા બેનર્જી પોતાની પાર્ટીમાં પણ વિરોધનો સામનો કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આરજી કર મેડિકલ કૉલેજમાં ટ્રેઇની ડૉક્ટર સાથે બનેલી જઘન્ય ઘટના બાદ સરકારે જે રીતે કેસ સંભાળ્યો તેનાથી ટીએમસી સાંસદ અને મુખ્યમંત્રીના ભત્રીજા અભિષેક બેનર્જી નારાજ છે. કાકી-ભત્રીજા વચ્ચેની આ ખેંચતાણના કારણે પક્ષના નેતાઓ પણ જૂથોમાં વહેંચાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. સ્થિતિ એ છે કે વિપક્ષ, કોર્ટ સહિત ઘણા સામાજિક જૂથો સીએમ મમતા બેનર્જીની ટીકા કરી રહ્યા છે, પરંતુ અભિષેક બેનર્જીએ મૌન જાળવી રાખ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મમતા બેનર્જીએ આ મામલે અભિષેક ગ્રુપના મીડિયા મેનેજમેન્ટને સંભાળતી ટીમને પણ સાઇડલાઇન કરી દીધી છે. સીએમની ટીમ હવે સમગ્ર કેસ પર નજર રાખી રહી છે.


