સોનાની જરી વર્ક સાથે પરંપરાગત ગુલાબી બનારસી સિલ્ક સાડી પહેરેલી મોઇત્રાએ ચોકર, ઝુમકા, માંગ ટિક્કા અને સ્લીક સેન્ટર-પાર્ટેડ હેરસ્ટાઇલ સાથે લુકને પૂરક બનાવ્યો હતો. મેકઅપ સોફ્ટ અને ઓછો હાઈલાઈટેડ હતો, જે તેમના ઉગ્ર સંસદીય વ્યક્તિત્વથી એકદમ જ જુદો હતો.
પિનાકી મિશ્રા અને મહુઆ મોઇત્રા (તસવીર: X)
તૃણમૂલ કૉંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા, જે પોતાના વિવાદાસ્પદ નિવેદનો આગવી રાજકીય હાજરી માટે જાણીતી છે. જોકે તેઓ તાજેતરમાં ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. આ વખતે કોઈ નિવેદનને લીધે નહીં પણ તેમના લગ્નને લીધે. તેમણે તાજેતરમાં જર્મનીમાં આયોજિત એક આત્મીય લગ્ન સમારોહમાં વરિષ્ઠ વકીલ અને ભૂતપૂર્વ બીજેડી સાંસદ પિનાકી મિશ્રા સાથે લગ્ન કરીને તેમના અંગત જીવનમાં એક નવા અધ્યાયમાં પ્રવેશ કર્યો હતો.
તાજેતરમાં, મોઇત્રાએ મિશ્રા સાથે ડાન્સ કરતો પોતાનો એક હૃદયસ્પર્શી વીડિયો શૅર કર્યો છે, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વાયરલ ક્લિપમાં દંપતી સૉફ્ટ મ્યુઝિક પર ડાન્સ કરતાં દેખાઈ રહ્યું છે. તેઓ બન્ને આ મુમેન્ટમાં ખોવાઈ ગયા છે. સોનાની જરી વર્ક સાથે પરંપરાગત ગુલાબી બનારસી સિલ્ક સાડી પહેરેલી મોઇત્રાએ ચોકર, ઝુમકા, માંગ ટિક્કા અને સ્લીક સેન્ટર-પાર્ટેડ હેરસ્ટાઇલ સાથે લુકને પૂરક બનાવ્યો હતો. મેકઅપ સોફ્ટ અને ઓછો હાઈલાઈટેડ હતો, જે તેમના ઉગ્ર સંસદીય વ્યક્તિત્વથી એકદમ જ જુદો હતો.
ADVERTISEMENT
અહીં જુઓ વાયરલ વીડિયો
शादी के बाद महुआ मोइत्रा का शानदार डांस..... pic.twitter.com/6aHFZU1PGc
— Nidhi Yadav?? ॥ धन्योऽस्मि भारतत्वेन ॥ (@Nydhyadav) June 8, 2025
બીજી બાજુ, પિનાકી મિશ્રા પરંપરાગત કુર્તા પર હળવા પીચ રંગના નેહરુ જૅકેટમાં જોવા મળી હતી, જે સમારંભની ઓછી અંદાજિત ભવ્યતા સાથે મેળ ખાતી હતી. મોઇત્રાએ અગાઉ પોતાના સોશિયલ મીડિયા સ્ટેટસ પર આ વીડિયો શૅર કર્યો હતો, જેના કારણે પાર્ટી લાઇન અને જનતા તરફથી તેમને હજારો અભિનંદનના મૅસેજ મળ્યા હતા.
૧૨ ઑક્ટોબર ૧૯૭૪ના રોજ આસામમાં જન્મેલા મોઇત્રાનો ન્યુ યૉર્ક અને લંડનમાં ઇન્વેસ્ટમેન્ટ બૅન્કિંગથી લઈને ભારતીય સંસદના બૅન્ચ સુધીનો ગતિશીલ પ્રવાસ રહ્યો છે. માઉન્ટ હોલીઓક કૉલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને અર્થશાસ્ત્ર અને ગણિતમાં મેગ્ના કમ લોડ સાથે, તેમણે ૨૦૧૦માં ટીએમસી સાથે રાજકારણમાં પ્રવેશ કર્યો અને ત્યારથી તેઓ પાર્ટીના સૌથી અગ્રણી અવાજોમાંના એક બની ગયા છે. સાંસદ તરીકેનો તેમનો પહેલો કાર્યકાળ "કેશ-ફોર-ક્વેરી" આરોપોને કારણે ગેરલાયક ઠેરવવામાં આવ્યો હોવા છતાં, તેઓ ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારની મજબૂત અને સ્પષ્ટ ટીકાકાર રહી છે.
12 ઑક્ટોબર 1974ના રોજ આસામમાં જન્મેલી મહુઆએ પોતાની કારકિર્દીની શરૂઆત ઇન્વેસ્ટમેન્ટ બૅન્કર તરીકે કરી હતી. તેઓ 2010માં મમતા બેનર્જીની ટીએમસીમાં જોડાયા હતા. મોઇત્રા 2019માં પહેલી વાર સાંસદ તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ, તેઓ 2024માં પણ સાંસદ તરીકે ચૂંટાયા હતા. મહુઆ બંગાળના કૃષ્ણનગરથી બે વખત સાંસદ છે.
મહુઆ મોઇત્રાના પતિ કોણ છે?
મહુઆ મોઇત્રાના પતિ પિનાકી મિશ્રા બીજેડીના મોટા નેતા છે. તેમનો જન્મ 1959 માં થયો હતો. તેઓ 1996 માં પહેલી વાર સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેમણે તત્કાલીન કેન્દ્રીય મંત્રી બ્રજેશ કિશોર ત્રિપાઠીને હરાવ્યા હતા. પિનાકી સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ છે. તેમની લગભગ ત્રણ દાયકાની લાંબી રાજકીય અને કાનૂની કારકિર્દી છે. તેઓ ઘણી હાઇ પ્રોફાઇલ સમિતિઓના સભ્ય પણ રહ્યા છે.

