Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > TMC નેતા મહુઆ મોઇત્રાએ કર્યા BJD નેતા પિનાકી મિશ્રા સાથે લગ્ન, તસવીર વાયરલ

TMC નેતા મહુઆ મોઇત્રાએ કર્યા BJD નેતા પિનાકી મિશ્રા સાથે લગ્ન, તસવીર વાયરલ

Published : 05 June, 2025 04:08 PM | Modified : 06 June, 2025 06:52 AM | IST | Berlin
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

TMC MP Mahua Moitra gets Married with BJD Leader Pinaki Misra: તૃણમૂલ કૉંગ્રસના લોકસભા સાંસદ મહુઆ મોઇત્રાએ 3 મેના રોજ ગુપ્ત રીતે લગ્ન કર્યા. મહુઆ મોઇત્રાના જીવનસાથી બીજુ જનતા દળ (BJD) ના વરિષ્ઠ નેતા અને પુરીના ભૂતપૂર્વ લોકસભા સાંસદ પિનાકી મિશ્રા છે.

મહુઆ મોઇત્રા અને પિનાકી મિશ્રાનો વાયરલ ફોટો (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)

મહુઆ મોઇત્રા અને પિનાકી મિશ્રાનો વાયરલ ફોટો (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)


તૃણમૂલ કૉંગ્રસ (TMC) ના લોકસભા સાંસદ મહુઆ મોઇત્રાએ 3 મેના રોજ ગુપ્ત રીતે લગ્ન કર્યા. મહુઆ મોઇત્રાના જીવનસાથી બીજુ જનતા દળ (BJD) ના વરિષ્ઠ નેતા અને પુરીના ભૂતપૂર્વ લોકસભા સાંસદ પિનાકી મિશ્રા છે. હાલમાં, પાર્ટી અને સાંસદે પોતે આ સમાચાર પર સંપૂર્ણ મૌન જાળવી રાખ્યું છે.


જર્મનીમાં કર્યા લગ્ન, તસવીર થઈ વાયરલ
ધ ટેલિગ્રાફના અહેવાલ મુજબ, આ લગ્ન જર્મનીમાં થયા હતા. પ્રાપ્ત થયેલી તસવીરમાં, મહુઆ મોઇત્રા જર્મનીમાં હસતી જોવા મળી રહી છે, જે પરંપરાગત પોશાક અને સોનાના દાગીના પહેરીને સજ્જ છે. આ તસવીરે આ ગુપ્ત લગ્નની પુષ્ટિ કરી છે. જો કે, અત્યાર સુધી મહુઆ કે તેના પક્ષ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.



ડેનિશ ફાઇનાન્સર સાથે કર્યા હતા લગ્ન
મહુઆ મોઇત્રાનું અંગત જીવન પહેલા પણ સમાચારમાં રહ્યું છે. તેમણે ડેનિશ ફાઇનાન્સર લાર્સ બ્રોર્સન સાથે લગ્ન કર્યા હતા, જેમને પાછળથી તેમને છૂટાછેડા આપી દીધા હતા. આ પછી, તેણ ત્રણ વર્ષ સુધી વકીલ જય અનંત દેહદરાય સાથે સંબંધમાં રહ્યા, જેમને મહુઆએ પાછળથી "દગો આપેલો પ્રેમી" કહ્યો.


મહુઆનો પહેલો લોકસભા કાર્યકાળ મોટા વિવાદોથી ઘેરાયેલો રહ્યો હતો. તેમના પર એક હરીફ ઉદ્યોગપતિના કહેવાથી ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિરુદ્ધ પ્રશ્નો ઉઠાવવાનો આરોપ હતો. નવેમ્બર 2023 માં, જ્યારે સંસદ તેમને હાંકી કાઢવા તરફ આગળ વધી રહી હતી, ત્યારે તેમણે ધ ગાર્ડિયન સાથેની એક મુલાકાતમાં કહ્યું હતું કે, "પુરુષોમાં મારી પસંદગી ખૂબ જ ખરાબ છે."

મહુઆ મોઇત્રાના પતિ કોણ છે?
મહુઆ મોઇત્રાના પતિ પિનાકી મિશ્રા બીજેડીના મોત નેતા છે. તેમનો જન્મ 1959 માં થયો હતો. તેઓ 1996 માં પહેલી વાર સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેમણે તત્કાલીન કેન્દ્રીય મંત્રી બ્રજેશ કિશોર ત્રિપાઠીને હરાવ્યા હતા. પિનાકી સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ છે. તેમની લગભગ ત્રણ દાયકાની લાંબી રાજકીય અને કાનૂની કારકિર્દી છે. તેઓ ઘણી હાઇ પ્રોફાઇલ સમિતિઓના સભ્ય પણ રહ્યા છે.

12 ઓક્ટોબર 1974ના રોજ આસામમાં જન્મેલી મહુઆએ પોતાની કારકિર્દીની શરૂઆત ઇન્વેસ્ટમેન્ટ બેન્કર તરીકે કરી હતી. તેઓ 2010માં મમતા બેનર્જીની ટીએમસીમાં જોડાયા હતા. મોઇત્રા 2019માં પહેલી વાર સાંસદ તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ, તેઓ 2024માં પણ સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેમના જ્વલંત અને શક્તિશાળી ભાષણો માટે લોકપ્રિય મહુઆ બંગાળના કૃષ્ણનગરથી બે વખત સાંસદ છે.

મહુઆ અને પિનાકીના લગ્નની વાયરલ તસવીરમાં, બંને એકબીજાનો હાથ પકડીને ઉભા છે. આ દરમિયાન મહુઆએ સોના અને ગુલાબી રંગની સાડી પહેરી છે. જો કે, લગ્ન અંગે બંને તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. અહેવાલ મુજબ, તેમના લગ્ન જર્મનીમાં થયા હતા.


Whatsapp-channel Whatsapp-channel

06 June, 2025 06:52 AM IST | Berlin | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK