વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૭ માર્ચે પશ્ચિમ બંગાળની કૃષ્ણનગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર `રાજમાતા` ઉર્ફ અમૃતા રોય સાથે વાત કરી હતી. તેમની સાથેની વાતચીત દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે પશ્ચિમ બંગાળના વર્તમાન માહોલમાં તેમની સામે મુખ્ય પડકાર રાજ્યની ધરોહરને બચાવવાનો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) એ `રાજમાતા` ઉર્ફે અમૃતા રોયને પશ્ચિમ બંગાળની કૃષ્ણનગર બેઠક પરથી ચૂંટણી લડવા માટે નામાંકિત કર્યા છે, જ્યાં તેનો સામનો તૃણમૂલ કોંગ્રેસના નેતા મહુઆ મોઇત્રા સાથે થશે. ૨૪ માર્ચે જાહેર કરાયેલી ૧૧૧ ઉમેદવારોની ભાજપની પાંચમી યાદીમાં તેમનું નામ સામેલ હતું.
28 March, 2024 11:14 IST | Mumbai