કોર્ટે કહ્યું હતું કે ‘તપાસ પૂરી થાય એ પહેલાં એની માહિતી લીક થાય એ દુર્ભાગ્યપૂર્ણ છે.
ફાઇલ તસવીર
૧૨ જૂને અમદાવાદમાં થયેલી ઍર ઇન્ડિયાના પ્લેનની દુર્ઘટનાની પ્રાથમિક તપાસનો રિપોર્ટ લીક થવા પર સોમવારે સુપ્રીમ કોર્ટે સખત વલણ દાખવ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે ‘તપાસ પૂરી થાય એ પહેલાં એની માહિતી લીક થાય એ દુર્ભાગ્યપૂર્ણ છે. એમાંય પાઇલટને દોષ આપવાની કોશિશ ખોટી છે.’
આ હાદસાની સ્વતંત્ર એજન્સી દ્વારા તપાસ કરાવવાની જનહિત યાચિકા પર સુનાવણી દરમ્યાન કોર્ટે કહ્યું હતું કે ‘જ્યાં સુધી તપાસ પૂરી નથી થતી એને લઈને ગુપ્તતા રાખવી બહુ જ મહત્ત્વપૂર્ણ છે. કટકે-કટકે માહિતી લીક કરવાને બદલે તપાસમાં તાર્કિક નિષ્કર્ષ ન નીકળે ત્યાં સુધી ગોપનીયતા રાખવી જોઈએ.’


