Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ૧૧.૫ અબજ ડૉલરના ઉછાળા સાથે ભારતનું ફૉરેક્સ રિઝર્વ ૭૪૦.૮ અબજ ડૉલરના રેકૉર્ડ સ્તરે પહોંચ્યું

૧૧.૫ અબજ ડૉલરના ઉછાળા સાથે ભારતનું ફૉરેક્સ રિઝર્વ ૭૪૦.૮ અબજ ડૉલરના રેકૉર્ડ સ્તરે પહોંચ્યું

Published : 05 September, 2026 01:19 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના આંકડા મુજબ વિદેશી મુદ્રા અસ્કયામતોમાં અને સોનાના ભંડારમાં મોટો વધારો નોંધાયો, અન્ય એક ઘટનામાં RBIએ નિયમભંગ કરવા બદલ ૩ નાણાકીય કંપનીઓ પર પેનલ્ટી ફટકારી છે.

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા


રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI) દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ ૨૮ ઑગસ્ટે પૂરા થયેલા સપ્તાહમાં ભારતનું વિદેશી હૂંડિયામણ (ફૉરેક્સ રિઝર્વ) ૧૦૯૦.૬ અબજ રૂપિયા (૧૧.૪૮ અબજ ડૉલર)ના ઉછાળા સાથે રેકૉર્ડ ૭૦,૩૭૬ અબજ રૂપિયા (૭૪૦.૮૦ અબજ ડૉલર) પર પહોંચી ગયું છે. અગાઉ ફેબ્રુઆરીમાં આ આંકડો ૬૯,૨૦૭ અબજ રૂપિયા (૭૨૮.૫ અબજ ડૉલર) પર હતો.
આ વધારા પાછળ મુખ્ય ફાળો વિદેશી મુદ્રા અસ્કયામતો (FCAs)નો છે, જે ૮૮૭.૩ અબજ રૂપિયા (૯.૩૪ અબજ ડૉલર) વધીને ૫૭,૦૬૩.૬૫ અબજ રૂપિયા (૬૦૦.૬૭ અબજ ડૉલર) થઈ ગઈ છે. આ ઉપરાંત સોનાના ભંડારમાં પણ ૨૦૮.૦૫ અબજ રૂપિયા (૨.૧૯ અબજ ડૉલર)નો વધારો થયો છે. માર્ચથી અત્યાર સુધીમાં દેશના ફૉરેક્સ રિઝર્વમાં સતત વધારો જોવા મળ્યો છે.
અન્ય એક ઘટનામાં RBIએ નિયમભંગ કરવા બદલ ૩ નાણાકીય કંપનીઓ પર પેનલ્ટી ફટકારી છે. એમાં સમ્માન ફિનસર્વ પર ૪.૨ લાખ રૂપિયા, ટ્રાન્સયુનિયન સિબિલ પર ૨૬.૮૨ લાખ રૂપિયા અને ક્રિફ હાઇ માર્ક પર ૬.૮૯ લાખ રૂપિયાનો દંડ લાદવામાં આવ્યો છે.  


Whatsapp-channel Whatsapp-channel

05 September, 2026 01:19 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK