Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રશ્મિકા મંદાનાને લગ્ન માટે હા પાડવામાં વિજય દેવરકોંડાએ કેમ લગાડ્યું એક વર્ષ?

રશ્મિકા મંદાનાને લગ્ન માટે હા પાડવામાં વિજય દેવરકોંડાએ કેમ લગાડ્યું એક વર્ષ?

Published : 23 October, 2026 12:17 PM | Modified : 23 October, 2026 12:38 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૉફી વિથ કરણ 9માં ગેસ્ટ તરીકે પહોંચેલી આ જોડીએ પોતાના અંગત જીવન અને લગ્ન વિશે કરી રસપ્રદ વાતો

કૉફી વિથ કરણમાં રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા

કૉફી વિથ કરણમાં રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા


કરણ જોહરના શો ‘કૉફી વિથ કરણ 9’ના લેટેસ્ટ એપિસોડમાં મહેમાન તરીકે રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા પહોંચ્યાં હતાં. શોમાં વિજય અને રશ્મિકાએ પોતાના અંગત જીવનથી લઈને વ્યાવસાયિક જીવન સુધીની અનેક બાબતો વિશે વાત કરી હતી અને સાથે સાથે બન્નેએ લગ્નના પ્રસ્તાવ વિશે પણ ખુલાસો કર્યો હતો. વિજયે કહ્યું હતું કે ‘જ્યારે હું રશ્મિકાની નજીક આવ્યો ત્યારે મને લાગતું હતું કે મને રશ્મિકાની જરૂર છે. મને તેની સાથે સારું લાગતું હતું અને હું તેની સાથે લગ્ન કરવા માગતો હતો.’

આ વાતને આગળ વધારતાં રશ્મિકાએ કહ્યું કે ‘મારા ઘરે લગ્ન વિશે વાતચીત શરૂ થઈ ગઈ હતી. હું પોતે પણ લગ્ન માટે તૈયાર હતી. મેં વિજયને કહ્યું હતું કે આપણે લગ્ન કરી લઈએ. હું આખા એક વર્ષ સુધી વિજયને લગ્ન માટે કહેતી રહી હતી.’



કરણ જોહરે આ વાત સાંભળીને વિજયને પૂછ્યું કે શું ખરેખર આવું જ હતું? ત્યારે વિજયે લગ્ન માટે હા પાડવામાં આટલો સમય લેવા પાછળનું કારણ સમજાવતાં કહ્યું હતું કે ‘મને લાગે છે કે લગ્ન ખૂબ જ મહત્ત્વની બાબત છે. હું એવી વ્યક્તિ છું જે ઇચ્છે છે કે લગ્ન દરેક પ્રકારની પરિસ્થિતિમાં ટકી રહે. એક વખત રશ્મિકાએ મને પૂછ્યું હતું કે શું તું મારી કસોટી કરી રહ્યો છે? આ સાંભળીને મને ખૂબ ગિલ્ટ થયું હતું. હકીકતમાં હું મારી જાતની અને અમારા સંબંધની કસોટી કરી રહ્યો હતો. હું એવી વ્યક્તિ નથી જે ઉતાવળમાં લગ્ન કરી લે. હું એ જોવા માગતો હતો કે અમે એકબીજા માટે જે લાગણી અનુભવીએ છીએ એ સતત એવી જ રહે છે કે નહીં. પરિસ્થિતિ ગમે તેવી હોય અથવા જીવનમાં ઉતાર-ચડાવ આવે ત્યારે પણ અમારી લાગણીઓ એકસરખી રહે છે કે નહીં એ મારા માટે મહત્ત્વનું હતું. હું ઇચ્છતો હતો કે દરેક પરિસ્થિતિમાં અમે એકબીજા માટે એવી જ લાગણી અનુભવીએ અને અમને એવું લાગે કે લગ્ન કરવાં જરૂરી છે. જ્યારે મને આ વાતનો અહેસાસ થયો ત્યારે અમે લગ્ન કરવાનો નિર્ણય લીધો.’


સ્કિન-શો થાય એવાં આઉટફિટ પહેરવામાં હું કમ્ફર્ટેબલ નથી : રશ્મિકા

શોમાં વાતચીત દરમ્યાન રશ્મિકા અને વિજયે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં પોશાકની મર્યાદાઓ વિશે પણ ચર્ચા કરી હતી. આ સમયે રશ્મિકાએ કામ દરમ્યાન પોતાની અંગત મર્યાદાઓ નક્કી કરવાના મહત્ત્વ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘કેટલીક બાબતો એવી છે જેમાં હું સહજ અનુભવતી નથી. હું જાણું છું કે અમુક પાત્રો માટે બિકિની જેવાં કપડાં પહેરવાની જરૂર પડી શકે છે પણ એમાં પણ હું કહીશ કે હું વધારે સ્કિન-શો થાય એવાં આઉટફિટ પહેરવામાં કમ્ફર્ટેબલ નથી. હું એવી વ્યક્તિ નથી. કમર્શિયલ ફિલ્મોમાં ક્યારેક એવા પોશાક પહેરવાની જરૂર પડે છે જેમાં કલાકારો સંપૂર્ણપણે કમ્ફર્ટેબલ ન હોય, પણ આવા સમયે કલાકારોએ ડર્યા વિના પોતાની અસહજતા વિશે વાત કરવી જોઈએ અને પોતાની મર્યાદાઓ નક્કી કરવી જોઈએ. મેં મારા માટે બાઉન્ડરી નક્કી કરી રાખી છે. મોટા ભાગની ફિલ્મોમાં ડિરેક્ટર મારી વાત સાથે સહમત થાય છે અને હું એવા લોકો સાથે જ કામ કરવાનું પસંદ કરું છું.’


Whatsapp-channel Whatsapp-channel

23 October, 2026 12:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK