ભારતની શ્રુતિ લક્ષ્મીનારાયણને સતત ત્રીજા વર્ષે મહિલા વર્લ્ડ બિલિયર્ડ્સ ચૅમ્પિયનશિપ જીતીને ઇતિહાસ રચ્યો છે. ઇંગ્લૅન્ડમાં રમાયેલી ફાઇનલમાં તામિલનાડુની શ્રુતિએ સ્વીડનની હરીફને હરાવીને આ ખિતાબ પોતાના નામે કર્યો.
શ્રુતિ લક્ષ્મીનારાયણે ચૅમ્પિયનશિપ જીતી
ભારતની શ્રુતિ લક્ષ્મીનારાયણને સતત ત્રીજા વર્ષે મહિલા વર્લ્ડ બિલિયર્ડ્સ ચૅમ્પિયનશિપ જીતીને ઇતિહાસ રચ્યો છે. ઇંગ્લૅન્ડમાં રમાયેલી ફાઇનલમાં તામિલનાડુની શ્રુતિએ સ્વીડનની હરીફને હરાવીને આ ખિતાબ પોતાના નામે કર્યો.
આ પહેલાં શ્રુતિ લક્ષ્મીનારાયણને ૨૦૨૪ અને ૨૦૨૫માં પણ આ ચૅમ્પિયનશિપ જીતી હતી. હાલમાં તે મહિલા બિલિયર્ડ્સનાં વિશ્વ રૅન્કિંગમાં ટોચના સ્થાને છે. ૧૯૩૧થી રમાતી આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ વખત ટૉપ ટૂમાં રહેનાર ખેલાડીઓના ટૉપ ટેનના લિસ્ટમાં શ્રુતિ એકમાત્ર વિદેશી ખેલાડી છે, બાકીના તમામ પ્લેયર્સ ઇંગ્લૅન્ડના છે.
