Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શિવસેનાના નેતા અને મહારાષ્ટ્રના ઉદ્યોગપ્રધાન ઉદય સામંતે કહ્યું...

શિવસેનાના નેતા અને મહારાષ્ટ્રના ઉદ્યોગપ્રધાન ઉદય સામંતે કહ્યું...

Published : 23 October, 2026 08:43 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઑડિયો-ક્લિપમાં સંભળાતા અવાજ BJPનાં પ્રવક્તા શ્વેતા શાલિની, BJPના વિધાનસભ્ય અતુલ ભાતખળકર અને યુટ્યુબર સુશીલ કુલકર્ણી જેવા લાગે છે

ઉદય સામંત

ઉદય સામંત


શિવસેનાના નેતા તથા પ્રધાનમંડળમાં ઉદ્યોગ ખાતાના પ્રધાન ઉદય સામંતે મનોજ જરાંગેએ ઑડિયો-ક્લિપ બહાર પાડી ત્યાર પછી પ્રતિક્રિયા આપતાં આ ક્લિપમાં સંભળાતા અવાજ ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતાઓના અવાજ જેવા લાગતા હોવાનું કહ્યું હતું. નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને સંસદસભ્ય શ્રીકાંત શિંદેને બદનામ કરવા માટેનું આ કાવતરું હોવાનું તેમણે જણાવ્યું હતું. ઉદય સામંતે કહ્યું હતું કે ‘આ ઑડિયો-ક્લિપમાં જે અવાજ સંભળાઈ રહ્યા છે એ BJPનાં પ્રવક્તા શ્વેતા શાલિની, BJPના વિધાનસભ્ય અતુલ ભાતખળકર અને BJPથી જોડાયેલા યુટ્યુબર સુશીલ કુલકર્ણીના અવાજ જેવા જ છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ ઑડિયો-ક્લિપમાં કોના અવાજ છે તેમની ઓળખ કરવા માટે તપાસનો આદેશ આપવો જોઈએ. હું એવું નથી કહેતો કે આ બધું દેવેન્દ્ર ફડણવીસની જાણમાં થયું હશે અને શીર્ષ નેતૃત્વની સલાહ લઈને કરવામાં આવ્યું હશે. એથી સત્ય બહાર આવે એ માટે દેવેન્દ્ર ફડણવીસજીએ આની તપાસ કરાવવી જોઈએ.’

જરાંગેએ શું માલ પટાવ્યો છે, મારી પાસે પણ જરાંગેની ઑડિયો-ક્લિપ : અજય બારસકર

ઑડિયો-ક્લિપના મુદ્દે મનોજ જરાંગેના જ ભૂતપૂર્વ સાથીદાર અજય બારસકરે મનોજ જરાંગે પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે ‘શું રાવ, આ તો ખોદ્યો ડુંગર અને નીકળ્યો ઉંદર જેવું થઈ ગયું. આવી ફાલતુ ક્લિપ સંભળાવવા પાછળ મનોજ જરાંગેનો હેતુ શું છે? ૮ મહિના સુધી કેમ તેમણે આ ક્લિપ છુપાવીને રાખી હતી? આવી જ એક મનોજ જરાંગે વિશેની ક્લિપ મારી પાસે પણ છે. આ ક્લિપમાં મનોજ જરાંગેના ખૂબ જ નજીકના બે મિત્રો વાત કરી રહ્યા છે અને બોલી રહ્યા છે કે જરાંગેએ શું માલ પટાવ્યો છે, પિંપરી-ચિંચવડનો માલ છે; જરાંગે જ્યાં જાય, જ્યાં પ્રવાસ કરે તે મહિલા તેની સાથે હોય છે; જરાંગે મારી વિરુદ્ધ પોલીસ-ફરિયાદ કરે પછી હું એ ક્લિપ પોલીસને સોંપીશ.’


Whatsapp-channel Whatsapp-channel

23 October, 2026 08:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK