Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > પહેલવહેલી કૉમનવેલ્થ કબડ્ડી ચૅમ્પિયનશિપ આજથી ભારતમાં

પહેલવહેલી કૉમનવેલ્થ કબડ્ડી ચૅમ્પિયનશિપ આજથી ભારતમાં

Published : 23 October, 2026 08:00 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમદાવાદમાં આયોજન, ભાગ લેવા ૧૩ દેશોના ૪૦૦થી વધુ ખેલાડીઓ આવી પહોંચ્યા

ભારતીય મહિલા અને પુરુષ કબડ્ડી ટીમનાં કૅપ્ટન અને વાઇસ કૅપ્ટન મેદાનમાં ઊતરવા માટે તૈયાર છે.

ભારતીય મહિલા અને પુરુષ કબડ્ડી ટીમનાં કૅપ્ટન અને વાઇસ કૅપ્ટન મેદાનમાં ઊતરવા માટે તૈયાર છે.


સૌપ્રથમ વાર રમાનારી કૉમનવેલ્થ કબડ્ડી ચૅમ્પિયનશિપ ભારતના ગુજરાતમાં અમદાવાદ ખાતે આજથી યોજાશે. વીર સાવરકર સ્પોર્ટ્‍સ કૉમ્પ્લેક્સમાં આજથી ૩૧ ઑક્ટોબર દરમ્યાન પહેલી વાર રમાનારી આ ચૅમ્પિયનશિપમાં ૧૩ દેશોના ૪૦૦થી વધુ ખેલાડીઓ ભાગ લેવા અમદાવાદ આવી પહોંચ્યા છે. 
ઇન્ટરનૅશનલ કબડ્ડી ફેડરેશનના જનરલ સેક્રેટરી તેજસ્વી ગેહલોતે કહ્યું હતું કે ‘આ ચૅમ્પિયનશિપમાં ભારત ઉપરાંત શ્રીલંકા, બંગલાદેશ, કેન્યા, કૅનેડા, સિંગાપોર સહિત ૧૩  દેશોની પુરુષ અને મહિલા ટીમો ભાગ લેશે. ૯ દિવસમાં કુલ ૬૨ મૅચ રમાશે. પુરુષોની કૅટેગરીમાં ૩૯ અને મહિલાઓની કૅટેગરીમાં ૨૩ મૅચ રમાશે. મહિલા અને પુરુષ કૅટેગરીમાં ચૅમ્પિયન બનનાર ટીમને પ્રથમ કૉમનવેલ્થ કબડ્ડી ચૅમ્પિયનની ટ્રોફી આપવામાં આવશે. આ ચૅમ્પિયનશિપ આંતરરાષ્ટ્રીય સ્તરે કબડ્ડીની હાજરી વધારવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે.’

જિયોહૉટસ્ટાર અને સ્ટાર સ્પોર્ટ્‍સ પર ચૅમ્પિયનશિપનું લાઇવ પ્રસારણ જોઈ શકશે.



પાકિસ્તાનની ટીમ નહીં આવે રમવા


ઍમેટર કબડ્ડી ફેડરેશન ઑફ ઇન્ડિયાના જનરલ સેક્રેટરી જિતેન્દ્ર પી. ઠાકુરે કહ્યું હતું કે ‘પારિસ્તાનની ટીમને આવવું હતું, ભારત સરકારે પરમિશન આપી છે; પણ તેમની સરકારે છેલ્લી ઘડીએ ટીમને પરમિશન આપી નથી. ભારત સરકારે ખેલ માટે બધાને આમંત્રણ આપ્યું છે. બધાને આવવું હોય તો આવી શકે છે. ત્યાંનું કબડ્ડી ફેડરેશન ટીમને મોકલવા ઇચ્છતું હતું પણ તેમની સરકારે રોક્યા છે.’


Whatsapp-channel Whatsapp-channel

23 October, 2026 08:00 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK