Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > `પ્લેન ક્રૅશના થોડાં કલાકો પહેલાં હું વિમાનની અંદર હતો` મુસાફરે શૅર કર્યો વીડિયો

`પ્લેન ક્રૅશના થોડાં કલાકો પહેલાં હું વિમાનની અંદર હતો` મુસાફરે શૅર કર્યો વીડિયો

Published : 12 June, 2025 08:27 PM | Modified : 13 June, 2025 07:00 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Flier shares inside video of plane before crash: દિલ્હીથી અમદાવાદ સુધી ઍર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171માં મુસાફરી કરનાર અકાષ વત્સાએ X (પૂર્વે Twitter) પર એક ચોંકાવનારો અનુભવ શૅર કર્યો હતો. તેણે સોશિયલ મીડિયા પર વીડિયો અને તસવીરો શૅર કરી હતી.

વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ

વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ


દિલ્હીથી અમદાવાદ સુધી ઍર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171માં મુસાફરી કરનાર આકાશ વત્સાએ X (પૂર્વે Twitter) પર એક ચોંકાવનારો અનુભવ શૅર કર્યો હતો. તેણે જણાવ્યુ કે વિમાનમાં તે જયારે મુસાફરી કરી રહ્યો હતો ત્યારે અનેક ટેકનિકલ ખામીઓ સામે આવી હતી. માત્ર બે કલાક બાદ એજ વિમાન અમદાવાદથી લંડન જતા સમયે દુર્ઘટનાગ્રસ્ત બન્યું.


આકાશના જણાવ્યા મુજબ ફ્લાઇટ દરમિયાન ઍર કન્ડીશનિંગ સંપૂર્ણ રીતે બંધ હતું અને મુસાફરો મેગેઝીન વડે પોતાને પંખા વીંઝી રહ્યા હતા. ઇન-ફ્લાઇટ એન્ટરટેઇન્મેન્ટ સ્ક્રીનો કામ નહોતી કરી, કેબિન ક્રૂના કૉલ બટન પણ બંધ હતાં અને રીડિંગ લાઇટ પણ શરૂ થતી નહોતી.



તેણે આ બધી ખામીઓના વીડિયો રેકોર્ડ કરીને સોશિયલ મિડિયા પર પોસ્ટ કર્યા હતા અને એર ઇન્ડિયાને તાકીદ કરી હતી કે સમસ્યાઓ દૂર થાય. જો કે, થોડા સમય બાદ તેણે એ પોસ્ટ્સ ડિલીટ કરી દીધી હતી. આજે જ્યારે એજ વિમાન અમદાવાદમાં ક્રૅશ થયું હતું, ત્યારે તેનો અનુભવ એક ગંભીર ચેતવણી સમાન સાબિત થાય છે.


વિમાન દુર્ઘટનાની ઘટના ત્યારે બની જ્યારે ફ્લાઇટ લંડન ગેટવિક માટે અમદાવાદથી ઉડાન ભરીને માત્ર થોડા જ મિનિટમાં 825 ફૂટની ઊંચાઈ સુધી પહોંચી અને પછી ઝડપથી નીચે પડીને એરપોર્ટ નજીક રહેણાંક વિસ્તારમાં ધડાકાભેર ક્રૅશ થઈ.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mid-Day Gujarati (@middaygujarati)


હવે એવિએશન અધિકારીઓ દ્વારા ઘટનાની તપાસ ચાલી રહી છે. પરંતુ આકાશ વત્સાની સાક્ષાત્કારી વિડીયો અને અનુભવ એ તથ્યો પર પ્રકાશ પાડે છે કે કદાચ વિમાન પહેલા થી જ ટેકનિકલ રીતે અસુરક્ષિત સ્થિતિમાં હતું.

આ સાક્ષીએ માત્ર દુર્ઘટનાને વધુ માનવિક દૃષ્ટિકોણથી જ નહીં પરંતુ ઍર ઇન્ડિયાની સુરક્ષા અને જાળવણી પ્રણાલીઓ સામે પણ ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

ઍર ઇન્ડિયાનું પ્રવાસી વિમાન અમદાવાદના ક્રૅશ થયું હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ પ્લેનમાં લગભગ 242 જેટલા પ્રવાસીઓ હતા, જોકે તેમના બાબતે કોઈ વધુ માહિતી સામે આવી નથી અને આ આંકડો ઓછો કે વધારે પણ હોઈ શકે છે. આ ઘટનાને લઈને એમ્બ્યુલન્સ અને ઈમરજન્સી સેવાઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. જોકે કેટલા પ્રવાસીઓ જખમી કે મૃત્યુ પામ્યા છે તે અંગે કોઈપણ માહિતી સામે આવી નથી. અમદાવાદમાં 242 પેસેન્જર સાથેનું ઍર ઇન્ડિયાનું પ્લેન ક્રેશમાં 100 લોકોના મોત થયા હોવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે આ ફ્લાઇટમાં ગુજરાતના ભુતપૂર્વ મૂખ્ય પ્રધાન વિજ્ય રૂપાણી પણ હતા એવી આશંકા છે. ટેક ઑફ થયા બાદ બે મિનિટમાં જ આ પ્લેન ક્રેશ થયું હતું. આ ઘટના મેઘાણીનગર આઈજીપી ગ્રાઉન્ડ ખાતે બની હતી.

Whatsapp-channel Whatsapp-channel

13 June, 2025 07:00 AM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK