Ahmedabad Plane Crash: આ દુર્ઘટનાનો ભોગ બનેલું વિમાન કેપ્ટન સુમિત સભરવાલ ઉડાડી રહ્યા હતા. સહ-પાયલોટ હતા તેમનું નામ ક્લાઇવ કુંદર.
પ્લેન ક્રેશ થયું તે દુર્ઘટનાની તસવીરો
Ahmedabad Plane Crash: આજે અમદાવાદમાં ટેકઓફ થયાના ગણતરીનાં સમયમાં જ 242 મુસાફરોને લઈને લંડન જઈ રહેલ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ થઈ ગયું હતું. ગુજરાતના અમદાવાદ એરપોર્ટ નજીક મેઘાણીનગર વિસ્તારમાં આ કરુણાંતિકા બની છે. જેમાં અહેવાલો કહી રહ્યા છે કે સવાર પેસેન્જરોમાંથી કોઈના બચવાના ચાન્સ ઓછા છે. છતાં પણ આંકડો આવે ત્યારે સ્પષ્ટ થશે.
આ વિમાને અમદાવાદ એરપોર્ટથી બપોરે 1:39 વાગ્યે રનવે 23 પરથી ટેકઓફ કર્યું હતું. હવે આ વિમાન ઉડાવનાર પાયલોટ અને સહ-પાયલોટ બંને કોણ હતા અને તેમને કેટલો અનુભવ હતો તે અંગે માહિતી સામે આવી રહી છે. કહે છે કે બંને પાયલોટ પાસે સારો એવો અનુભવ હતો.
ADVERTISEMENT
કોણ છે કેપ્ટન સુમિત સભરવાલ? કેટલો અનુભવ હતો તેમની પાસે?
આ દુર્ઘટનાનો ભોગ બનેલું વિમાન (Ahmedabad Plane Crash) કેપ્ટન સુમિત સભરવાલ ઉડાડી રહ્યા હતા. પ્રાપ્ત અહેવાલો અનુસાર તેઓ લાઇન ટ્રેનિંગ કેપ્ટન છે અને તેમની પાસે 8,200 કલાકની ઉડાનનો અનુભવ હતો. તમને જણાવી દઈએ કે પ્લેન ચલાવનાર કેપ્ટન અને સહ-પાયલોટ બંને પાસે બહોળો અનુભવ હતો. ક્રેશ થનાર વિમાનની કમાન કેપ્ટન સુમિત સભરવાલ સંભાળી રહ્યા હતા. કેપ્ટન સુમિત લાંબા ગાળાના કેપ્ટન એટલે કે એલટીસી છે. તેમના અનુભવની વાત કરીએ તો તેમણે મુસાફરો અને ક્રૂની સલામતી અને સુખાકારી સુનિશ્ચિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. કોકપીટમાં તેમની લીડરશિપ ફ્લાઇટની કામગીરી માટે મહત્વની સાબિત થઈ હતી.
કોણ હતા કો-પાયલોટ ક્લાઇવ કુંદર?
કેપ્ટન સુમિત સભરવાલની સાથે જ જે સહ-પાયલોટ હતા તેમનું નામ ક્લાઇવ કુંદર તરીકે સામે આવ્યું છે. તેમની પાસે પણ 1,100 કલાક ઉડાનનો (Ahmedabad Plane Crash) અનુભવ હતો. તે મૂળ મેંગલુરુનોં હતો. અને ક્લાઇવ કુંદર મુંબઈના રહેવાસી હોવાની પણ માહિતી છે. તેઓએ પેરિસ એર ઇન્કમાં ટ્રેનિંગ મેળવી હતી અને 1,100 કલાકથી વધુ ઉડાનનો અનુભવ મેળવ્યો હતો. આજે જે પ્લેન ક્રેશ થયું તેમાં તેઓ અનુભવી લાઇન ટ્રેનિંગ કેપ્ટન કેપ્ટન સુમિત સભરવાલની સાથે કો પાયલોટ તરીકે જોડાયો હતો. કેપ્ટન સભરવાલની તુલનામાં આ ક્ષેત્રમાં પ્રમાણમાં નવા હોવા છતાં ઉડાનના સંચાલનમાં મદદ કરવાની તેમની જવાબદારી નિર્ણાયક હતી.
પ્રાપ્ત અહેવાલો (Ahmedabad Plane Crash) સૂચવી રહ્યા છે કે પાયલોટે દુર્ઘટના બની તેની પહેલાં સંકેત આપી દીધો હતો. પ્લેન ક્રેશ થયું તે પહેલાં નજીકના એટીસીને આ બાબતે સંકેત આપવામાં આવેલ. પ્લેન બપોરે 1:39 વાગ્યે અમદાવાદ એરપોર્ટના રનવે નંબર 23 પરથી ટેક ઓફ થયું હતું. ફ્લાઇટ જ્યારે ઊપડી કે તરત જ તેણે નજીકના ATCને MAYDAY પર કોલ પણ કર્યો હતો. જો કે, એટીસીને ફ્લાઇટમાંથી કોઈ સંકેત નહોતો મળી શક્યો. અને તરત જ વિમાન એરપોર્ટ પરિસરની બહાર જઈને ક્રેશ થઈ ગયું હતું.

