Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સ્કૂલમાં ૮ વર્ષના વિદ્યાર્થીનો ૬ વર્ષની બાળકી પર ક્રૂર હુમલો

સ્કૂલમાં ૮ વર્ષના વિદ્યાર્થીનો ૬ વર્ષની બાળકી પર ક્રૂર હુમલો

Published : 01 November, 2026 07:45 AM | IST | Haryana
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હરિયાણાના પંચકૂલાની આઘાતજનક ઘટના: બાળકીને પહેલાં બેન્ચ સાથે અથડાવ્યા પછી વાળ પકડીને ઢસડ્યા બાદ પથ્થરથી માથામાં ઘા માર્યા

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


હરિયાણાના પંચકૂલાની એક સ્કૂલમાં કિન્ડર ગાર્ટન (KG)માં ભણતી ૬ વર્ષની બાળકી પર ત્રીજા ધોરણમાં ભણતા ૮ વર્ષના વિદ્યાર્થીએ ક્રૂર હુમલો કર્યો હતો. ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં કેદ થયેલી ૯૬ સેકન્ડની આ ઘટનાએ ભારે ખળભળાટ મચાવ્યો હતો. વિદ્યાર્થીએ બાળકીનું માથું બેન્ચ પર પછાડ્યું, વાળ ખેંચીને જમીન પર ફેંકી અને પથ્થર તથા ફ્લાવર-પૉટથી તેના માથા તથા ચહેરા પર અનેક ઘા માર્યા હતા.

ઑટો-ડ્રાઇવર જ્યારે બાળકીને લેવા પહોંચ્યો અને તે ન મળી ત્યારે પરિવારજનો તાત્કાલિક સ્કૂલમાં પહોંચ્યા હતા. આરોપી વિદ્યાર્થીએ જ તેમને બાળકી ઉપરના રૂમમાં પડી હોવાની જાણ કરી હતી. લોહીલુહાણ હાલતમાં મળેલી બાળકીને પહેલાં સ્થાનિક હૉસ્પિટલમાં અને ત્યાર બાદ ચંડીગઢની પોસ્ટ-ગ્રૅજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ એજ્યુકેશન ઍન્ડ રિસર્ચ (PGI)માં ખસેડવામાં આવી છે. 


Whatsapp-channel Whatsapp-channel

01 November, 2026 07:45 AM IST | Haryana | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK