Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Coronavirus પર ભારતની મોટી જીત, વૈજ્ઞાનિકોએ તૈયાર કરી વૈક્સીન

Coronavirus પર ભારતની મોટી જીત, વૈજ્ઞાનિકોએ તૈયાર કરી વૈક્સીન

18 February, 2020 06:18 PM IST | Mumbai Desk

Coronavirus પર ભારતની મોટી જીત, વૈજ્ઞાનિકોએ તૈયાર કરી વૈક્સીન

Coronavirus પર ભારતની મોટી જીત, વૈજ્ઞાનિકોએ તૈયાર કરી વૈક્સીન


Coronavirusથી મરનારાની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે. ચીન સિવાય અન્ય દેશોમાં પણ આ ઘાતક બીમારીથી મૃત્યુ થઈ રહ્યું છે. આ દરમિયાન, કોરોના વાયરસથી લડવામાં ભારતને મોટી સફળતા મળી છે. ટાઇમ્સ ઑફ ઇન્ડિયાની રિપોર્ટ પ્રમાણે, પુણેના સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (એસઆઇઆઇ)એ અમેરિકન બાયોટેક્નોલૉજી ફર્ફ 'કોડજેનિક્સ' સાથે મળીને એક કૅન્ડિડેટ વેક્સીન તૈયાર કર્યું છે, જે આ ખતરનાક વાયરસથી લડવામાં સફળ થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વેક્સીન હાલ પ્રી ક્લેનિકલ્સ ટ્રાયલ માટે સંપૂર્ણપણે તૈયાર છે અને છ મહિનાની અંદર જ આ વેક્સીન પર હ્યૂમન ટ્રાયલ પણ કરવામાં આવશે.

ઇમ્યૂન સિસ્ટમને મજબૂત કરશે આ વેક્સીન
એસઆઇઆઇના સીઇઓ અદર પૂનાવાલાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું, "સામાન્ય રીતે કોઇપણ પ્રકારનું વેક્સીન બનાવવામાં સાતથી આઠ વર્ષનો સમય લાગે છે. એવામાં અમે અન્ય દેશોથી ઘણાં આગળ નીકળી ગયા છીએ. આ વેક્સીન કોરોના વાયરસથી લડવા માટે એક મજબૂત ઇમ્યૂન સિસ્ટમ પેદા કરી શકે છે." આ સિવાય આઇસીએમઆરના એક વરિષ્ઠ વૈજ્ઞાનિકે કહ્યું કે જો આ વેક્સીન આ ખતરનાક વાયરસથી લડવામાં સફળ રહ્યું તો લોક માટે સારા સમાચાર હશે પણ હાલ આ વેક્સનીને ઘણી લેબોરેટરી ટેસ્ટ્સ અને એનિમલ સ્ટડીઝમાંથી પસાર થવાનું છે.



આ પણ વાંચો : જુઓ નીના ગુપ્તાની આ સુંદર તસવીરો, સોશિયલ મીડિયા પર છે ફૅમસ


હ્યૂમન ટ્રાયલ માટે છ મહિનામાં તૈયાર થઈ જશે વેક્સીન
મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હ્યૂમન ટ્રાયલ માટે આ વેક્સીનને છ મહિનામાં તૈયાર કરી લેવામાં આવશે. તો, પૂનાવાલાએ જણાવ્યું કે એક મહિનાની અંદર વેક્સીનને એનિમલ સ્ટડીઝ માટે મોકલી દેવામાં આવશે, આ સિવાય ઑગસ્ટના અંત સુધી જાનવરો પર આ વેક્સીન કેટલી અસર કરે છે, તેનું રિપોર્ટ ડેટા અધિકારીઓને મોકલવામાં આવશે જેથી માણસો પર આ વેક્સીનને ટેસ્ટ કરવા માટે પરવાનગી મળી શકે. સાથે જ તેમણે એ પણ કહ્યું કે કેન્દ્ર સ્વાસ્થ્ય મંત્રાલય પાસેથી મંજૂરી મળ્યા પછી થોડાંક જ સમયમાં આ વેક્સીનને લૉન્ચ કરી દેવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

18 February, 2020 06:18 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK