રુદ્ર નામની નવી ઑલ-આર્મ્સ બ્રિગેડની રચના કરવામાં આવી રહી છે અને મેં શુક્રવારે એને મંજૂરી આપી હતી
પ્રતીકાત્મક તસવીર
કારગિલ વિજય દિવસ પર પરિવર્તન તરફ એક સાહસિક માર્ગ દોરતાં આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ‘રુદ્ર’ નામની ‘ઑલ-આર્મ્સ બ્રિગેડ’ની રચનાની જાહેરાત કરી હતી. એનો હેતુ યાંત્રિક પાયદળ, તોપખાના, વિશેષ દળો, ડ્રોન અને લૉજિસ્ટિક્સને એકીકૃત કમાન્ડ માળખા હેઠળ લાવવાનો છે. દ્રાસમાં ૨૬મા કારગિલ વિજય દિવસ સમારોહમાં સૈનિકો અને મહાનુભાવોને સંબોધતાં જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું હતું કે ‘આજની ભારતીય સેના માત્ર વર્તમાન પડકારોનો સફળતાપૂર્વક સામનો નથી કરી રહી; એ એક પરિવર્તનશીલ, આધુનિક અને ભવિષ્યલક્ષી દળ તરીકે પણ ઝડપથી આગળ વધી રહી છે. આ હેઠળ રુદ્ર નામની નવી ઑલ-આર્મ્સ બ્રિગેડની રચના કરવામાં આવી રહી છે અને મેં શુક્રવારે એને મંજૂરી આપી હતી.’


