Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > તામિલનાડુમાં મોટો રાજકીય ઊલટફેર

તામિલનાડુમાં મોટો રાજકીય ઊલટફેર

Published : 13 May, 2026 03:03 PM | IST | Tamil Nadu
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

AIADMKના એક જૂથનો અભિનેતા ચીફ મિનિસ્ટર વિજયની TVKને ટેકો

વિજય

વિજય


તામિલનાડુના રાજકારણમાં મંગળવારે એક અત્યંત મહત્ત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. ઑલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુન્નેત્ર કઝઘમ (AIADMK)ના સી. વી. ષણમુગમની આગેવાની હેઠળના જૂથે અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજયની પાર્ટી તમિલગા વેત્રી કઝગમ (TVK)ને સમર્થન આપવાની જાહેરાત કરી છે. આ નિર્ણયને પગલે રાજ્ય વિધાનસભામાં TVKની સ્થિતિ વધુ મજબૂત બની છે. પક્ષના આંતરિક વિખવાદ અને ભાવિ રણનીતિ અંગે સ્પષ્ટતા કરતાં ષણમુગમે જણાવ્યું હતું કે ‘અમે આ પક્ષની સ્થાપના જ DMK વિરુદ્ધ કરી હતી. છેલ્લાં ૫૩ વર્ષથી અમારું રાજકારણ DMKની વિચારધારાની વિરુદ્ધ રહ્યું છે. ઇ. કે. પલાનીસામીએ DMKના સમર્થનથી સરકાર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ અમારા મોટા ભાગના સભ્યોએ એને ફગાવી દીધો હતો. જો અમે DMK સાથે જોડાણ કરીએ તો AIADMKનું અસ્તિત્વ જ ખતમ થઈ જાય.’

ષણમુગમે વધુમાં ઉમેર્યું હતું કે ‘અત્યારે અમારું કોઈની સાથે ગઠબંધન નથી અને અમારું ધ્યાન પક્ષને ફરી બેઠો કરવા પર છે. જનતાના ચુકાદાને સ્વીકારીને અમે વિજયની પાર્ટી TVKને ટેકો આપવાનું નક્કી કર્યું છે.’


Whatsapp-channel Whatsapp-channel

13 May, 2026 03:03 PM IST | Tamil Nadu | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK