Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ખેડૂતની કમાલ : એક કેરીનું વજન ૧ કિલો ૩૦૦ ગ્રામ

ખેડૂતની કમાલ : એક કેરીનું વજન ૧ કિલો ૩૦૦ ગ્રામ

Published : 13 May, 2026 11:32 AM | IST | Silvassa
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તલાસરી તાલુકાના કોચાઈ ગામના ઈશ્વર વળવીએ ૪ એકર ઉજ્જડ જમીન પર વિવિધ પ્રકારની કેરીઓ ઉગાડી હતી

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

અજબ ગજબ

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


દાદરા અને નગર હવેલીના કેન્દ્રશાસિત પ્રદેશની બૉર્ડર પર આવેલા એક ગામના ખેડૂતે કમાલ કરી બતાવી છે. કોકોનટ મૅન્ગો જાતના નામે વિકસાવેલી તેની એક કેરી એક કિલો ૩૦૦ ગ્રામની પાકી હતી. આ કેરી ઉગાડનાર ખેડૂતની સ્ટોરી પણ એટલી જ રસપ્રદ છે. ડુંગરાળ પ્રદેશમાં કોરોના દરમ્યાન ઘણા લોકોની આજીવિકા ઠપ થઈ ગઈ હતી ત્યારે તલાસરી તાલુકાના કોચાઈ ગામના ઈશ્વર વળવીએ ૪ એકર ઉજ્જડ જમીન પર વિવિધ પ્રકારની કેરીઓ ઉગાડી હતી. આજે ટપક સિંચાઈની મદદથી ઉછેરવામાં આવેલાં ૧૦૫૧ કલમ કરેલી કેરીનાં ઝાડ અને ૪૦૦ સરબતી લીંબુનાં ઝાડનો એક સમૃદ્ધ બગીચો તેની પાસે છે. આ બગીચામાં આ વર્ષે કેરીનો પહેલો પાક થયો હતો અને ત્યાર બાદ વાશીની બજારમાં આ કેરીઓ વેચાવા આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

13 May, 2026 11:32 AM IST | Silvassa | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK