Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મૌની રૉયે ડિવૉર્સ વિશે તોડી ચુપકીદી! ઇન્સ્ટા સ્ટોરીમાં મીડિયાની કાઢી ઝાટકણી

મૌની રૉયે ડિવૉર્સ વિશે તોડી ચુપકીદી! ઇન્સ્ટા સ્ટોરીમાં મીડિયાની કાઢી ઝાટકણી

Published : 13 May, 2026 02:07 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Mouni Roy breaks silence on divorce rumours with Suraj Nambiar: પતિ સૂરજ નામ્બિયાર સાથેના ડિવૉર્સના સમાચારો પર અભિનેત્રી મૌની રૉયની પહેલિ પ્રક્રિયા આવી સામે, ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં સ્પષ્ટ કર્યું છે કે મીડિયાએ ખોટી વાતો ફેલાવવાનું બંધ કરવું જોઈએ

પતિ સૂરજ નામ્બિયાર સાથેના ડિવૉર્સ વિશે મૌની રૉયે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી આ સ્ટોરી

પતિ સૂરજ નામ્બિયાર સાથેના ડિવૉર્સ વિશે મૌની રૉયે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી આ સ્ટોરી


બોલિવૂડ (Bollywood) અને ટીવી (Television)ની અભિનેત્રી મૌની રૉય (Mouni Roy) અને તેના પતિ સૂરજ નામ્બિયાર (Suraj Nambiar) સાથેના છૂટાછેડાની અફવાને કારણે સતત ચર્ચામાં છે. કપલે એકબીજાને સોશ્યલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ (Instagram) પર અનફોલો કર્યા બાદ બન્ને એકબીજાથી છૂટા પડી રહ્યાં હોવાની ચર્ચા થઈ રહી હતી. આ દરમિયાન મૌની રૉયે ડિવૉર્સ વિશે ચુપકીદી તોડી છે. તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં મીડિયા પાસે પ્રાઇવસી માંગી છે અને ખોટી અફવાઓ ન ફેલાવવાની વિનંતી કરી છે.

મૌની રૉય અને સૂરજ નામ્બિયાર તેમના ૪ વર્ષના લગ્નજીવનના અંતને લઈને સોશ્યલ મીડિયા પર સતત ચર્ચામાં છે. એવા અહેવાલો વહેતા થયા હતા કે દુબઈ (Dubai) સ્થિત બિઝનેસમેન સૂરજ નામ્બિયારે પત્ની મૌની સાથે છેતરપિંડી કરી છે અને તેના પૈસાનો પોતાના અંગત ઉપયોગ માટે ઉપયોગ કર્યો છે. સોશિયલ મીડિયા પર સતત ચાલી રહેલી આ અફવાઓ વચ્ચે હવે અભિનેત્રીની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે, જેના પરથી સ્પષ્ટપણે જણાય છે કે તે આ બાબતે ખૂબ જ ગુસ્સામાં છે.



મૌની રૉયે ઇન્સ્ટા સ્ટોરીમાં આપ્યો જવાબ


સૂરજ નામ્બિયાર સાથે અલગ થવાના સમાચાર વચ્ચે પ્રતિક્રિયા આપતા મૌની રૉયે પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર (Mouni Roy breaks silence on divorce rumours with Suraj Nambiar) કરી છે. તેણે રોષ વ્યક્ત કરતા એક ઇન્સ્ટા સ્ટોરી પોસ્ટ કરી અને લખ્યું કે, "હું તમામ મીડિયા હાઉસને વિનંતી કરવા માંગુ છું કે તેઓ ખોટા નિવેદનો ન ફેલાવે અને અમારી અંગતતાનું સન્માન કરતા અમને થોડો સમય આપે." આ સાથે મૌનીએ હાથ જોડતું ઇમોજી પણ પોસ્ટ કર્યું હતું.


કોણ છે સૂરજ નામ્બિયાર?

સૂરજ નામ્બિયાર દુબઈ (Dubai)માં સ્થિત એક ઉદ્યોગપતિ અને ઇન્વેસ્ટમેન્ટ બેંકર છે અને તે બેંગલુરુ (Bengaluru)ના જૈન પરિવારમાંથી આવે છે. બીજી તરફ, મૌની રૉય એક અભિનેત્રી અને ઉદ્યોગસાહસિક છે.

આ દંપતીએ જાન્યુઆરી ૨૦૨૨માં ગોવા ખાતે લગ્ન કર્યા હતા. તેમના લગ્ન કેન્ડોલિમના હિલ્ટન ગોવા રિસોર્ટ (Hilton Goa Resort in Candolim)માં યોજાયા હતા, જેમાં મલયાલી અને બંગાળી એમ બંને પરંપરાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. લગ્ન સમારોહની શરૂઆત મલયાલી વિધિઓ સાથે થઈ હતી અને ત્યારબાદ તે જ દિવસે મોડેથી બંગાળી વિધિ મુજબ લગ્ન સંપન્ન થયા હતા. જેમાં ઇન્ડસ્ટ્રીના ઘણા લોકોએ હાજરી આપી હતી.

મૌની રૉયનું વર્કફ્રન્ટ

મૌની રૉય હાલમાં તેની આગામી ફિલ્મ `હૈ જવાની તો ઈશ્ક હોના હૈ` (Hai Jawani Toh Ishq Hona Hai)ની રિલીઝની રાહ જોઈ રહી છે. આ ફિલ્મમાં વરુણ ધવન, પૂજા હેગડે અને મૃણાલ ઠાકુર મુખ્ય ભૂમિકામાં છે. આ ઉપરાંત ફિલ્મમાં મનીષ પોલ, રાકેશ બેદી, ચંકી પાંડે, રાજેશ કુમાર અને જિમી શેરગિલ પણ મહત્વના રોલમાં જોવા મળશે. આ રોમેન્ટિક કોમેડી ફિલ્મ ડેવિડ ધવને ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ 5 જૂનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

Whatsapp-channel Whatsapp-channel

13 May, 2026 02:07 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK