સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર આ વિડિયોને ફૅન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.
ગૉલ્ફના મેદાનમાં યુવરાજને પગે લાગ્યો શ્રીસંત
ભારતનો ભૂતપૂર્વ ઑલરાઉન્ડર યુવરાજ સિંહ હાલમાં ક્રિકેટર્સને ગૉલ્ફ રમવા માટે પ્રેરિત કરી રહ્યો છે. ગૉલ્ફના મેદાન પરથી ભારતના ૨૦૦૭ અને ૨૦૧૧ના વર્લ્ડ કપ વિજેતા યુવરાજ સિંહ અને ફાસ્ટ બોલર એસ.શ્રીસંતનો એક રસપ્રદ વિડિયો સામે આવ્યો છે. કેરલમના કોચીના ગૉલ્ફના મેદાનમાં ગૉલ્ફ રમ્યા બાદ શ્રીસંત શાનદાર રમત બદલ યુવરાજના પગે લાગતો જોવા મળ્યો હતો. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર આ વિડિયોને ફૅન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.
